રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલી નવી બેઠક ફાળવણીમાં પછાત વર્ગનો દબદબો વધ્યો
નવી ફાળવણી મુજબ હવે કુલ 54 અનામત બેઠકો, અનુસૂચિત જાતિ અને આદિજાતિ માટેની બેઠકો યથાવત રાખવામાં આવી
રાજ્ય ચૂંટણી આયોગે વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે બેઠકોની નવી ફાળવણી જાહેર કરી છે. વર્ષ 2020ની તુલનાએ આ વર્ષે બેઠક ફાળવણીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ખાસ કરીને પછાત વર્ગ માટેની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2020માં મોટાભાગના વોર્ડમાં સામાન્ય બેઠકોનું પ્રમાણ વધુ હતું. વોર્ડ નં. 1, 7, 12, 13, 14 અને 17માં ચારેય બેઠકો સામાન્ય હતી. અન્ય વોર્ડોમાં અનુસૂચિત જાતિ, આદિજાતિ અને પછાત વર્ગ માટે કેટલીક બેઠકો ફાળવાઈ હતી. આમ વર્ષ 2020માં કુલ 45 બેઠકો અનામત અને 31 સામાન્ય હતી. વડોદરા મહાનગરપાલિકાની 2025ની બેઠક ફાળવણીમાં પછાત વર્ગને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે. પછાત વર્ગની 8થી વધીને 21 બેઠકો થવાને કારણે આગામી મહાપાલિકાની ચૂંટણીમાં નવા સમીકરણો ઊભા થશે. સાથે જ પછાત વર્ગના નેતાઓનો પણ દબદબો પણ વધે તો નવાઈ નહીં. અનુસૂચિત જાતિ અને આદિજાતિ માટેની બેઠકો યથાવત રાખવામાં આવી છે, જ્યારે સામાન્ય વર્ગની બેઠકો ઘટી છે. રાજકીય રીતે આ ફેરફાર વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ઉમેદવારી અને ટિકિટ ફાળવણીના હિસાબને મોટા પ્રમાણમાં અસર કરશે.
રાજ્ય ચૂંટણી આયોગે વર્ષ 2020માં કરેલી ફાળવણી
વર્ષ 2020માં વડોદરા મહાનગરપાલિકામાં કુલ 19 વોર્ડ અને 76 બેઠકો હતી.
કુલ સ્ત્રી બેઠકો: 38
અનુસૂચિત જાતિ (SC) બેઠકો: 5 (તેમાં 3 સ્ત્રી)
અનુસૂચિત આદિજાતિ (ST) બેઠકો: 3 (તેમાં 2 સ્ત્રી)
પછાત વર્ગ બેઠકો: 8 (તેમાં 4 સ્ત્રી)
રાજ્ય ચૂંટણી આયોગે વર્ષ 2025માં કરેલી નવી ફાળવણી
રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલી નવી યાદી મુજબ, 2025માં કુલ 19 વોર્ડ અને 76 બેઠકો યથાવત છે, પરંતુ અનામત બેઠકોમાં મોટો વધારો થયો છે. આમ વર્ષ 2025માં કુલ અનામત બેઠકો 54 અને સામાન્ય બેઠકો 22 છે.
કુલ સ્ત્રી બેઠકો: 38
અનુસૂચિત જાતિ (SC) બેઠકો: 5 (તેમાં 3 સ્ત્રી)
અનુસૂચિત આદિજાતિ (ST) બેઠકો: 3 (તેમાં 2 સ્ત્રી)
પછાત વર્ગ બેઠકો: 21 (તેમાં 10 સ્ત્રી)
આગામી ચૂંટણી માટે વોર્ડવાર ફાળવણી (વર્ષ 2025)
- વોર્ડ 1: પછાત, સામાન્ય, અનુ. આદિજાતિ, સામાન્ય
- વોર્ડ 2: પછાત, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 3: પછાત, સામાન્ય, અનુ. આદિજાતિ, સામાન્ય
- વોર્ડ 4: પછાત, સામાન્ય, સામાન્ય, સામાન્ય
- વોર્ડ 5: સામાન્ય, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 6: સામાન્ય, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 7: પછાત, સામાન્ય, સામાન્ય, સામાન્ય
- વોર્ડ 8: પછાત, સામાન્ય, અનુ. જાતિ, સામાન્ય
- વોર્ડ 9: પછાત, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 10: સામાન્ય, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 11: સામાન્ય, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 12: અનુ. આદિજાતિ, સામાન્ય, અનુ. જાતિ, સામાન્ય
- વોર્ડ 13: અનુ. જાતિ, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 14: પછાત, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 15: સામાન્ય, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 16: સામાન્ય, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 17: અનુ. જાતિ, સામાન્ય, પછાત, સામાન્ય
- વોર્ડ 18: પછાત, સામાન્ય, અનુ. જાતિ, સામાન્ય
- વોર્ડ 19: પછાત, સામાન્ય, સામાન્ય, સામાન્ય
વર્ષ 2020 સામે વર્ષ 2025માં બેઠકો અને અનામતની તુલના
કેટેગરી 2020 2025 ફેરફાર
કુલ વોર્ડ 19 19 –
કુલ બેઠકો 76 76 –
સ્ત્રી બેઠકો 38 38 –
અનુસૂચિત જાતિ (SC) 5 5 સમાન
અનુસૂચિત આદિજાતિ (ST) 3 3 સમાન
પછાત વર્ગ (OBC) 8 21 +13
કુલ અનામત બેઠકો 45 54 +9
સામાન્ય બેઠકો 31 22 -9
આગામી ચૂંટણી માટે વોર્ડવાર થયેલા ફેરફારનું વિશ્લેષણ
વોર્ડ 1: વર્ષ 2020માં ચારેય સામાન્ય બેઠકો હતી, હવે પછાત અને અનુસૂચિત આદિજાતિની બે અનામત ઉમેરાઈ.
વોર્ડ 2: પહેલાં અનુસૂચિત જાતિ માટે એક બેઠક હતી, હવે તે દૂર થઈ અને બે પછાત વર્ગની બેઠકો ઉમેરાઈ.
વોર્ડ 3: પહેલાં એક પછાત વર્ગની બેઠક હતી, હવે એક વધુ ઉમેરાઈ સાથે અનુ. આદિજાતિની ફાળવણી પણ કરાઈ.
વોર્ડ 4: પહેલાં માત્ર એક પછાત વર્ગની બેઠક હતી, હવે પહેલી બેઠક પછાત વર્ગની રાખાઈ છે.
વોર્ડ 5 અને 6: પહેલાં એક પછાત વર્ગ બેઠક હતી, હવે યથાવત પરંતુ ક્રમમાં ફેરફાર કરાયો છે.
વોર્ડ 7: પહેલાં ચારેય સામાન્ય હતી, હવે પહેલી બેઠક પછાત વર્ગ માટે અનામત કરાઈ છે.
વોર્ડ 8: પહેલાં એક પછાત બેઠક હતી, હવે અનુસૂચિત જાતિની બેઠક પણ ઉમેરાઈ છે.
વોર્ડ 9: પહેલાં બે અનામત (અનુ. આદિજાતિ અને અનુ. જાતિ) હતી, હવે બંને દૂર થઈ અને બે પછાત વર્ગની ઉમેરાઈ છે.
વોર્ડ 10: પહેલાં અનુ. જાતિ અને પછાત વર્ગ હતી, હવે માત્ર પછાત વર્ગની બેઠક રહી છે.
વોર્ડ 11: અગાઉ જેવી જ પછાત વર્ગની એક બેઠક યથાવત રખાઈ છે.
વોર્ડ 12: પહેલાં તમામ બેઠકો સામાન્ય હતી, હવે અનુ. આદિજાતિ અને અનુ. જાતિની બે અનામત ઉમેરાઈ.
વોર્ડ 13: પહેલાં તમામ બેઠકો સામાન્ય હતી, હવે અનુ. જાતિ અને પછાત વર્ગની બે અનામત બેઠકો ઉમેરાઈ.
વોર્ડ 14: પહેલાં તમામ સામાન્ય બેઠકો હતી, હવે બે પછાત વર્ગની બેઠકો ઉમેરાઈ છે.
વોર્ડ 15 અને 16: પહેલાં બે બેઠકો પૈકી વોર્ડ 15માં એક અનુસૂચિત આદિજાતિ અને વોર્ડ 16માં અનુસૂચિત જાતિની એક એક બેઠક હતી, હવે બંને વોર્ડમાં ત્રીજી બેઠક પછાત વર્ગની રખાઈ છે.
વોર્ડ 17: પહેલાં તમામ બેઠકો સામાન્ય હતી, હવે અનુ. જાતિ અને પછાત વર્ગ બંને ઉમેરાઈ છે.
વોર્ડ 18: પહેલાં એક પછાત વર્ગની બેઠક હતી, હવે અનુ. જાતિની પણ ઉમેરાઈ છે.
વોર્ડ 19: પહેલાં અનુ. આદિજાતિ માટે હતી, હવે તે દૂર થઈ અને પહેલી બેઠક પછાત વર્ગની રખાઈ છે.
આગામી ચૂંટણીને લઇને બેઠક ફાળવણીના મુખ્ય મુદ્દા
કુલ વોર્ડ: 19
કુલ બેઠકો: 76
કુલ સ્ત્રી બેઠકો: 38
અનુસૂચિત જાતિ (SC): 5 બેઠકો (3 સ્ત્રી) — કોઈ ફેરફાર નહીં
અનુસૂચિત આદિજાતિ (ST): 3 બેઠકો (2 સ્ત્રી) — કોઈ ફેરફાર નહીં
પછાત વર્ગ (OBC): 21 બેઠકો (10 સ્ત્રી) — +13નો વધારો
કુલ અનામત બેઠકો: 54 — 2020ની તુલનાએ +9નો વધારો
સામાન્ય બેઠકો: 22 — 2020માં 31 હતી, હવે ઘટી 22
પહેલી અને બીજી બેઠક તમામ વોર્ડમાં સ્ત્રી અનામત
કુલ વોર્ડમાંથી 15 કરતાં વધુ વોર્ડમાં પછાત વર્ગની નવી અનામત ઉમેરાઈ
સૌથી વધુ ફેરફાર વોર્ડ નં. 1, 2, 3, 9, 12, 13, 14 અને 17 માં નોંધાયો