(પ્રતિનિધિ) વડોદરા, તા.20
રેલવે વિભાગમાં કરી ચૂકેલા નિવૃત ચીફ ઓએસના વૃદ્ધ પતિને વિડીયો કોલ કરીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું તેમ કહી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં તમારું નામ ખુલ્યું છે. તમે શરતોનું પાલન નહીં કરો તો ત્રણથી સાત વર્ષ સુધીની જેલ તમને થઈ શકે છે જેથી તેઓ ડરી ગયા હતા. અને રૂ.1.59 કરોડ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. બીમાર પડતા રૂપિયા પાછા માંગતા એક લાખ જ પરત કર્યા હતા જ્યારે બાકીના 1.58 લાખ પરત નહીં કરતાં વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ મુંબઈના અને હાલમાં માંજલપુર વિસ્તારમાં આવેલા રાધેશ્યામ ડુપ્લેક્સમાં રહેતા જગદીશ ચંદ્રકાંતભાઈ ગાંધીએ ફરિયાદ નોંધાવી છે કે હાલમાં અમે નિવૃત્ત જીવન ગુજારીએ છીએ. 15 સપ્ટેમ્બરના રોજ મારા મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો. ટીઆરએઆઈમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. જેમાં તમે રાષ્ટ્રવિરોધી કોઈ કામ કરેલ ના હોય તો એક દબાવો તમે પોનોગ્રાફી ધંધો કરો છો તો હું આવા કોઈ ધંધા કરતો નથી. તમે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં અરજી કરો ત્યારે મેં જણાવેલ કે હું ચાલી શકતો નથી. સામેવાળા વ્યક્તિએ તેમણે મોબાઇલ ફોન ક્રાઈમ બ્રાન્ચમાં કનેક્ટ કરાવું છું. ત્યારબાદ હું એક વીડિયો કોલ માં કનેક્ટ થઈ ગયો હતો જેમાં સામેવાળી વ્યક્તિ મને જોઈ શકતો હતો પરંતુ હું તેને જોઈ શકતો ન હતો. મને જણાવ્યું હતું કે હું આનંદ રાણા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું તમે રૂપિયા 283 કરોડના સામેલ છો. હું તમને ડિજિટલ એરેસ્ટ કરું છું. તમે કોઈને બહાર જાણ કરશો તો તમારી જાનને ખતરો છે તે મને કહી ડરાવવા લાગ્યો હતો. ત્યારબાદ તેઓએ મારી પાસે બેંક ખાતાની માહિતી માગી હોય તેમને આપી હતી અને સતત ત્રણ દિવસ સુધી વિડીયો કોલ કરી રાખ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ પર ઈડી અને સુપ્રીમ કોર્ટનો લેટર મોકલેલો હતો એમાં જણાવ્યું હતું કે એમડી ઇસ્લામ નવાબ મલિક ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં તમારું નામ ખુલેલ છે જેથી તમે કેટલીક શરતોનું પાલન નહીં કરો તો ત્રણથી સાત વર્ષની જેલ થઈ શકે છે. જેથી હું ડરી ગયો હતો અને સામાવાળાએ સતત ત્રણ દિવસ સુધી વિડીયો કોલ ચાલુ રાખ્યો હતો. જેમાં તેઓએ મને દિલ્હીના સારા એડવોકેટ સાથે વાત કરું છું રાકેશ છે. ત્યારબાદ ફોન રાકેશ સાથે કનેક્ટ કરી આપ્યો હતો. ત્યારે રાકેશે તમારા બેંકમાં પડેલા કેસ રૂપિયાનું વેરિફિકેશન કરાવવું પડશે તમારા બધા રૂપિયા પણ પરત આપવામાં આવશે. તમે તમારી એફ ડી ઉપાડો, તમારું કેસ વેરિફિકેશન કરવાનું હોય હું જે કહું તે ખાતામાં રૂપિયા મોકલી આપવાના રહેશે કેસ પૂર્ણ થયાના અંતમાં રૂપિયા પરત મળી જશે. મુંબઈ પોલીસમાંથી ડીસીપી તથા દિલ્હીના પ્રખ્યાત વકીલ રાકેશ બોલતા હોવાનું જણાવી મારી પાસેથી 1.59 કરોડ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. હું બીમાર પડતા તેમની પાસે મારા ભરેલા રૂપિયા માંગતા માત્ર એક લાખ રૂપિયા પરત કરી આપ્યા હતા જ્યારે બાકીના 1.58 કરોડ હજુ સુધી ભરત આપ્યા નથી.
વડોદરામાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો,વૃદ્ધને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 1.59 કરોડ ઠગોએ પડાવ્યા
By
Posted on