વડાપ્રધાનના આગમનને પગલે નવા ગેન્ટ્રીગેટની તૈયારીઓ પાછળ નાણાંનો વેડફાટ જ્યારે હરણી ખાતે સ્ટોરરુમ સ્થળે વર્ષ-2021 ના ગેન્ટ્રીગેટ રઝળતા જોવા મળ્યાં..
જૂના ગેન્ટ્રીગેટ હોવા છતાં નવા ગેન્ટ્રીગેટ ઉભાં કરાયા..
શહેરમાં વડાપ્રધાનના આગમનને હવે જૂજ દિવસો બાકી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા વડાપ્રધાનના આગતા-સ્વાગતામાં કોઇ કરકસર ન રહે તે માટે રાતદિવસ શહેરની કાયાપલટમા લાગી ગયા છે રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, ગૃહરાજ્યમંત્રી, પ્રભારી સહિતના નેતાઓની અવરજવર શરૂ થઇ ગઇ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા હવે નવા ગેન્ટ્રીગેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે જ્યારે વડોદરા શહેરમાં વર્ષ – 2021માં
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક ગેન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા હતા અનેક ગેન્ટ્રીગેટો વાવાઝોડાના કારણે પડી ગયા હતા જેમાં પ્રથમ બનાવમાં મકરપુરા ખાતે બે વ્યક્તિઓને ઇજા થઇ હતી જ્યારે બીજી બાજુ રાત્રી બજાર પાસે ગેન્ટ્રીગેટ પડવાથી કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ઘણું નુકસાન જોવા મળ્યું હતું ,છાણીથી નિઝામપુરા જવાના મુખ્ય માર્ગ પર ગેન્ટ્રીગેટની હાલત જોતા તેના પાયામાં તીરાડો પડી ગયેલી જોવા મળી હતી વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ દ્વારા સુચના આપવામાં આવી હતી કે, જે તે રોડરસ્તા પર ગેન્ટ્રીગેટ હોય તેને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવ્યા હતા અને હાલમાં હરણી તળાવ કોર્પોરેશન સ્ટોર રૂમમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ગેન્ટ્રીગેટ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યાં છે પરંતુ હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા શહેરમા આવવાનાં હોવાથી કેટલાક રોડ પર ફરીથી નવીન ગેન્ટ્રીગેટ બનાવવામાં આવી રહ્યા છે જે તે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં આવી રહ્યો હોય ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 થી 28 ઓક્ટોબર દરમિયાન ‘દાના’ વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી વ્યક્ત કરાઇ છે ત્યારે આવા સમયે કોઈપણ પ્રકારની ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ રહેશે ? કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સુચના આપી તાત્કાલિક ધોરણે નવા ગેન્ટ્રીગેટ ઉતારી લેવામાં આવે તેવી કમલેશ પરમાર સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી.