પરિવારજનોએ સારવારમાં વિલંબનો આક્ષેપ કર્યો
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા બંદોબસ્તમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન નીતેશ જારીયાનું હાર્ટ-એટેકથી દુઃખદ અવસાન થયું છે. તેઓ કિશનવાડી વિસ્તારમાં ફરજ પર હતા ત્યારે અચાનક ઢળી પડ્યા બાદ તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નિપજ્યું. પરિવારજનોનો આક્ષેપ છે કે, નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો કદાચ જીવ બચી શકાત. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન બે મહિલાઓ બેભાન થતાં તેમને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.