વડોદરાના વરસાદે VMCની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ પર ભ્રષ્ટાચારના ભૂવા પડી ગયા તો તંત્ર દોષના ટોપલા ઢાંકવામાં વ્યસ્ત થઈ ગયું. કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા એ સાથે જનતાની કરોડ તૂટવાની પણ શરૂઆત થઈ ગઈ છે. વરસાદના પાણી ઓસરી ગયા અને VMCના ખેતરમાં વોરંટી પિરિયડ.નોટિસો અને પેનલ્ટીના રાજકારણની ખેતી શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે રોડ પર ઠેર ઠેર પડેલા ભુવા અને તંત્ર દ્વારા પોલ ઢાંકવાના કરાયેલા પ્રયાસોની ચાડી ખાતા દ્રશ્યો સર્જાયા છે. વડોદરા મહાનગરપાલિકાએ એક વર્ષ પહેલાં જ કરોડોના ખર્ચે તૈયાર કરેલા રોડના કે જે નાગરિકોનો ભોગ લેવા માટે રાહ જોઈ રહ્યા છે. વડોદરામાં પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી છે.
વડોદરામાં પડેલા વરસાદના પાણી તો ઓસરી ગયાં પરંતુ તે વડોદરા મહાનગરપાલિકાની પોલ ખોલતા ગયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે ગયા વર્ષે રોડ રિપેર કરવામાં આવ્યા હતા. છતાં તેના મીઠા ફળ જનતાને ચાખવા ન મળ્યા. શહેરમાં જેલરોડ, દાંડિયા બજાર, ગોરવા, સુભાનપુરા, નવાયાર્ડ , લાલબાગ બ્રિજ, કારેલીબાગ સાથે અનેક જગ્યાએ મહાકાય ભુવા અને રોડ બેસી જવાની ઘટનાને લોકો વખોડી રહયા છે.
તંત્ર લના પાપે અધિકારીઓ અને કોન્ટ્રાટરોની મિલી ભગતથી રોડ રસ્તા માટે હલકી કક્ષાનું મટીરીયલ વપરાતાં રોડ રસ્તા બેસી જવાની ઘટના બની છે. અનેક વિસ્તારમાં વાહન ચાલકો અને રાહદારીઓને મુસીબતનો સામનો કરવો પડ્યો છે. લોકો એ આ મામલે કરોડોનો ભ્રષ્ટઆચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે. લોકો વડોદરા સેવા સદનને `વડોદરા મેવા સદન’ કહીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.
શહેરમાં અલગ અલગ જગ્યાએ અનેક મહાકાય ભુવા પડ્યા છે રોડ બેસી ગયા છે. જોકે શહેરમાં અનેક જગ્યાએ રોડ બેસી જવા અને ખાડા પડવા માટે વડોદરાના નેતાઓ દોષનો ટોપલો કોન્ટ્રાટરો પર ઢોળ્યો છે.
પૂર્વ મેયર ટેલિકોમ કંપનીઓને જવાબદાર ઠેરવે છે
પૂર્વ મેયર જિગીષા શેઠે 2019 ના વરસાદ બાદ જે કહ્યું હવે તો એ પણ કેહવાય એવી સ્થિતિમાં કોઈ નેતા નથી. પૂર્વ મેયર જિગીષા શેઠનું કહેવું હતું કે શહેરભરમાં રિલાયન્સે વાયરોની લાઇન ખોદ્યા બાદ તેના પૂરાણની યોગ્ય યોગ્ય કામગીરી થઈ નથી . જેના કારણે અનેક જગ્યાઓએ મહાકાય ખાડા પડયા છે. તેમણે ખાડા માટે MGVCL અને રિલાયન્સને જવાબદાર ઠેરવીને પાડાના વાંકે પખાલીને ડામ મળતો હોવાની ફરિયાદ કરી હતી.
વડોદરામાં પડી રહેલા ભુવાઓ માટે પૂર્વ મેયર જિગીષા શેઠ એક તરફ રિલાયન્સ અને પીજીવીસીએલ દ્વારા થતા ખોદકામને જવાબદાર ગણે છે. તો બીજી તરફ તેમણે રોડની કંપની ITD સિમેન્ટેશન ઈન્ડિયા પ્રા.લિ અને મિશિગન એન્જિનીયર અને કન્સ્લ્ટન્ટ કંપની CEILને પેનલ્ટી ફટકારી હતી. જ્યારે આકાર કન્સ્ટ્રક્શન અને નંદ ઈફ્રાસ્ટ્રચરને વોરંટી પિરિયડ પૂરો થયા પહેલા રોડ તૂટવા બદલ પેન્લ્ટી નોટિસ આપી દીધી હતી. હવે સવાલ એ છે હાલના મેયર કોણ પર દોષ નો ટોપલો ઢોળી અને કોને નોટિસ આપે છે એ જોવાનું રહ્યું.
પરંતુ એક વાત ચોક્કસ છે કોઈપણ સીઝન હોય જેમકે ઉનાળો, ચોમાસુ કે પછી શિયાળો નેતાઓ રાજકારણ કર્યાં કરશે અને પ્રજાની કમર તૂટતી રહેશે. આજ કારણ છે કે શાસક પક્ષના નેતાઓ પોતાના વિસ્તારમાં જઈ શકતા નથી અને જો જાય છે તો પ્રજાનો ભારે વિરોધ જોવા મળે છે.