વડોદરામાં રોજ પડતા ભુવા કોઈક મોટો અકસ્માત સર્જી કોઈનું જીવન ટૂંક આવે એવી પરિસ્થિતિ હાલ વડોદરાની છે. રોજ પડતા નવા ભુવા વડોદરાના લોકોને ગભરાવી રહ્યા છે. આજરોજ કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલના મુખ્ય માર્ગ પર ભૂવો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ બેરીગેટિંગ મૂકી અવરજવર કરનારાઓને આ ભુવાથી કોઈ મોટી દુર્ઘટના ન થાય માટે ચેતવ્યા હતા.
વાત તો મુદ્દાની એ છે બે દિવસ અગાઉ કરેલા પેચ વર્કમાં ભૂવો જોવા મળતા સ્થાનિક લોકો અને ત્યાંથી અવરજવર કરવા વાળા લોકોને પાલિકા ના અધિકારીઓ અને કામ ઉપર શંકા થવા માંડી છે. બે દિવસ પહેલા જ પેચ વર્ક કરેલા રોડ પર ભુવો પડતા તંત્ર પર સવાલો ઉઠ્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે વડોદરા એ ખાડોદરા બની ગયું છે. પાલિકાનો અંધેર વહીવટ ગંડુ રાજા જેવી સ્થિતિ ઊભી થઈ છે. જો આવા જ ખાડા પડતા રહ્યા તો અમને ડર છે કોઈ મોટો અકસ્માત થાય અને કોઈનું જીવન છીનવાઈ જશે. પરંતુ રોજ આવા ભુવા અને ખાડા પડતા અમને અમારા બાળકોને બહાર નીકળવા ડર લાગે છે. પરંતુ પાલિકાના અધિકારીઓ ની ઊંઘ આવતી નથી.