વારસીયા વિસ્તારમાં નિવૃત્ત થયા બાદ વૃદ્ધને મળેલા રૂપિયા તથા મકાનમાં ભાગ માગીને પુત્ર દ્વારા વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી વૃદ્ધ દંપતીએ કંટાળીને વારસીયા પોલીસ સ્ટેશનમાં ખુદ પોતાના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરના હરણી વારસીયા રિંગ રોડ પર આવેલી કમળાબા સોસાયટીમાં રહેતા જયેશ કલ્યાણ કલ્યાણી (ઉં.વ.69) એમજીવીસીએલમાં નિવૃત જીવન ગુજારે છે. તેમનો મોટો દીકરો જિગ્નેશ કલ્યાણી તમને નિવૃત થયા બાદ કેટલા રૂપિયા મળ્યા છે. જે રૂપિયા મળ્યા હોય તે અમને બંને ભાઇ વચ્ચે વહેંચી આપો તેમ કહીને અવાર ઝઘડા કરે છે. પુત્ર વારંવાર વૃદ્ધ પાસે રૂપિયાની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ઉપરાંત મકાનમાં ભાગ માગીને પણ હેરાન પરેશાન કરતો હતો. જેથી વૃદ્ધ દંપતીએ અગાઉ પણ પોલીસ સ્ટેશનોમાં પુત્ર સામે અરજી આપી હતી જોકે પુત્ર જિગ્નેશ સુધરી જશે તેમ વિચારીને સમાધાન કરી લેતા હતા. તેમ છતાં પુત્ર રૂપિયા તથા મકાનમાં ભાગ માંગી મારી નાખવાની ધમકી આપતો હોય કંટાળીને વારસીયા પોલીસ સ્ટેશનમાં પુત્ર વિરુદ્ધ સોમવારના રોજ ફરિયાદ નોંધાવી છે.
વડોદરામાં રૂપિયા-મકાનમાં ભાગ માગી માતા-પિતાને મારી નાખવાની પુત્રની ધમકી
By
Posted on