મોબાઈલ, સ્માર્ટ વોચ સહિતની ઇલેક્ટ્રોનિક વસ્તુના પ્રવેશ પર પ્રતિબંધ
વડોદરા તા.18
વડોદરા શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા ગુજરાત મુલકી સેવા વર્ગ 1- 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ- 2ની પરીક્ષા 20 એપ્રિલના રોજ 12 થી 15 વાગ્યા સુધી વડોદરા શહેરમાં આવેલા 18 કેન્દ્ર ઉપર લેવામાં આવનારી છે. જેને લઈને સ્કુલ અને હાઈસ્કુલમાં પરીક્ષા કેન્દ્ર ઊભા કરાયા છે ત્યારે પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ કોઈ પ્રકારના ડર વિના પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પરિક્ષા દરમિયાન જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે માટે કેટલીક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ દર્શાવતું ઇન્ચાર્જ પોલીસ કમિશનર ડૉ.લીના પાટીલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અને પરીક્ષાના દિવસ દરમિયાન કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં જે-જે કેન્દ્રોમાં પરિક્ષા યોજાનાર છે જે-તે પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર 20 એપ્રિલના રોજ સવાર 8 થી 5 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકિટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન વાયરલેસ, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ, કેમેરા, લેપટોપ સાહિત્ય સહિતની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, પરીક્ષા કેન્દ્રની બહાર તથા આજુબાજુમાં 100 મીટરના અંતરમા પરીક્ષા દરમ્યાનમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવુ નહી, પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ, ફોટો કોપી, પ્રિન્ટિંગની દુકાનો ચાલુ રાખી શકાશે નહી, પરીક્ષા સ્થળની આજુબાજુ લાઉડસ્પીકર વગાડી શકાશે નહી.પરીક્ષાના દિવસે વિજ પુરવઠો ખોરવાઇ નહી તે માટે સવારે 8 થી 5 વાગ્યા દરમ્યાન ખોદકામ કરવુ નહીં, પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમિયાન બિનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી.
– ક્યા ક્યા પરીક્ષા કેન્દ્ર ઊભા કરાયા
શ્રી નારાયણ વિદ્યાલય, વૃન્દાવન ટાઉન શીપ સામે, સંગમ ચાર રસ્તા, લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, સંગમ ચાર રસ્તા હરણી વડોદરા, નુતન વિદ્યાલય, કસ્તુરબા નગર, અયપ્પા મંદિરની બાજુમાં સમા રોડ વડોદરા, સરસ્વતી વિદ્યાલય કદમ નગર ન્યુ સમા રોડ, વડોદરા, શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય પરીવાર ચાર રસ્તા, વાઘોડીયા-ડભોઈ રીંગ રોડ
એસ.એસ.વી. સ્કૂલ 2. સોમા તળાવ,ગોકુલ રેસીડેન્સી સોમા તળાવ, વડોદરા, શ્રી અંબે વિદ્યાલય, બાપોદ જકાત નાકાની બાજુમા વાઘોડીયા રોડ વડોદરા, સત્યનારાયણ વિદ્યાલય, લક્ષ્મીપુરા રોડ, ગોરવા વડોદરા, સી.કે. પ્રજાપતિ વિધાલય, વિભાગ -2, રિફાઇનરી રોડ, અંબિકાનગર
એલેમ્બિક વિદ્યાલય, રિફાઇનરી રોડ, ગોરવા રોડ, વડોદરા.
ગુરુકુળ વિદ્યાલય યુનિટ- 1, વારસીયા રીંગ રોડ, મોતીનગર, વડોદરા, ગુરુકુળ વિદ્યાલય યુનિટ- 2, વારસીયા રીંગ રોડ, મોતીનગર, વડોદરા, એસ.ડી. પટેલ વિદ્યાલય, જય યોગેશ્વર ટાઉન શીપ પાર્ટ -1, આજવા રોડ,રોયલ હાઈસ્કુલ કમલા નગર તળાવ પાછળ, અમરદીપ હેરિટેજ, આજવા રોડ,ન્યુ ઇરા હાઇસ્કુલ, નોવીનો બેટરી સામે, મકરપુરા રોડ, મકરપુરા વડોદરા, લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, હનુમાન મંદિર પાસે, મકરપુરા, વડોદરા, શ્રેયસ વિદ્યાલય, (ગુ.મા.) રજની કાંત જાની માર્ગ, માંજલપુર, વડોદરા, શિવમ વિદ્યાલય મકરપુરા પાર્થ ભુમી, ન્યુ તુલસીધામ, જીઆઇડીસી રોડ, મકરપુરા