પીડિતાના પરિવારે કોર્પોરેશનની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા
વડોદરામાં રખડતા કૂતરાએ 50 વર્ષીય મહિલા કલ્પના પાટીલ પર હુમલો કર્યો હતો. જેના કારણે કલ્પના બેન જમીન પર પટકાયા હતા. તેમણે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કલ્પનાબેન તેઓના પુત્ર સાથે માણેજા હેલ્થ સેન્ટર પાસેથી બેનની ઘરે મૂકવા જતા હતા. કૂતરાએ પાછળથી તેમની સાડીનો છેડો ખેંચી લીધો, જેના કારણે તેણી ગભરાઈ ગયા અને વાહન પરથી નીચે જમીન પર પટકાયા હતા. ત્યાર બાદ તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા. માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ઇલાજ દરમિયાન સોમવારે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
પીડિતાના પરિવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેમાં શહેરમાં રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાંનો અભાવ હોવાનું જણાવ્યું છે. આ ઘટના અધિકારીઓ દ્વારા આ મુદ્દાને ઉકેલવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની તાત્કાલિક જરૂરિયાતને ઉજાગર કરે છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભૂતકાળમાં વિવિધ મુદ્દાઓના સંચાલન માટે ટીકાનો સામનો કરવો પડ્યો છે, કોર્પોરેશને હવે આવી દુ:ખદ ઘટનાઓને રોકવા અને જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ઝડપી પગલાં લેવા જોઈએ.
