વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવનારા પ્રવાસને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકા દબાણ શાખાએ અલકાપુરીના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. ખાસ કરીને રસ્તા પર અવરોધ ઉભા કરતા ફુડ સ્ટોલ, આઇસગોલા, સેન્ડવીચ અને ફ્રુટ લારીઓ સામે કાર્યવાહી કરી અને તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.આવા દબાણો અને લારીઓના કારણે ટ્રાફિક જામ અને અવરજવરમાં મુશ્કેલી સર્જાતી રહે છે, જેને દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

જો કે, આ પ્રકારની ઝુંબેશો લાંબા ગાળે અસરકારક રહે છે કે નહીં તે જોવાનું રહેશે, કારણ કે દબાણો ફરીથી ઉભા જતા હોય છે અને રોડ પર ધંધો કરતા હોય તેઓ નો માલ સામાન પણ બગડી જતો હોય છે.
મુખ્યમંત્રીના આગમન પૂર્વે શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાડવા પૂરતી પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી, પરંતુ આવી કાર્યવાહીનું લાંબા ગાળે પરિણામ શું રહે છે એ સમય જ બતાવશે.