ઉતરાયણ પર્વે વડોદરા શહેરમાં સાંજ સુધીમાં ગઈકાલે પતંગના દોરામાં ઈજા અને ઊંચાઈ પરથી પડી જવાને કારણે કુલ 30 કેસો આવ્યા હતા.
ચાર લોકોના મોત નિપજ્યા
એક તરફ દર વર્ષે આપણે ઉતરાયણ પર્વે મૂંગા પશુ પક્ષીઓના જીવની પરવાહ કરીને કરૂણા અભિયાન ચલાવીએ છીએ પરંતુ બીજી તરફ નિર્દોષ માનવીઓ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થાય છે તથા મૃત્યુ પણ પામે છે તેઓ માટે આટલા ચિંતિત નથી જણાતા. જનતા પણ એટલી જ જવાબદાર છે અથવાતો પોતાની કે પોતાના પરિવારની સુરક્ષા અંગે ગંભીર નથી.ઉતરાયણ પર્વે પચાસ થી સાંઇઠ રૂપિયામાં દ્વિચક્રી વાહનો આગળ લગાડાતો સુરક્ષા માટેનો સળિયો લોકો લગાવતા નથી કે ગળામાં મફલર,સ્કાફ કે રૂમાલ વીટવામા શરમ સંકોચ અનુભવે છે અથવાતો આળસ કરે છે પરિણામે ઉતરાયણ પર્વે ભોગ બનતા હોય છે પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે તેઓની પાછળ તેઓ પર આધારિત ઘરના સભ્યો પણ છે બીજી તરફ લોકો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા કાચના માંજા નો ઉપયોગ કરી રહ્યા છે જે છડે ચોક જાહેરનામા નો ભંગ કરી અન્ય નિર્દોષ પશુ પક્ષીઓ અને માનવોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે ગતરોજ શહેરમાં ઉતરાયણ પર્વે દોરીથી ઇજા થવાના કારણે સાથે જ ઉપરથી પડી જવાના કારણે 30લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને એસ.એસ.જી.હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી તથા ચાર લોકોના મોત નિપજ્યાં હોવાની એસ.એસ.જી.વિભાગમાથી સતાવાર માહિતી સાંપડી છે
