વડોદરા : શહેરમાં ભૂખી કાંસ નદીના ડાયવર્ઝનના નિર્ણય સામે સ્થાનિક રહીશો અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધના ભાગરૂપે, મોટી સંખ્યામાં લોકો અને કોંગ્રેસના આગેવાનો મુખ્યમંત્રીને આવેદન આપવા એકત્રિત થયા હતા. પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી હતી અને સ્થળ પરથી દૂર લઈ જવામાં આવ્યા હતા.

આંદોલનકારીઓનું કહેવું છે કે, ભૂખી કાંસ વડોદરામાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ છે. તેના ડાયવર્ઝનથી શહેરના અનેક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા વધી જશે. અગાઉના વર્ષોમાં ભૂખી કાંસ પર થયેલા બાંધકામ અને અવરોધો કારણે અનેક વિસ્તારોમાં ભારે પૂર આવ્યું હતું અને મોટી નુકસાન થયું હતું.
આંદોલનકારીઓએ માંગ કરી છે અને અનેક મુદ્દા ઓ પર સવાલો અને સૂચનો કર્યા જે મુખ્યત્વે
ભૂખી કાંસના ડાયવર્ઝનનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો, નદીના પ્રવાહને સ્વચ્છ અને ખુલ્લો રાખવો અને શહેરના પૂર નિવારણ માટે લાંબા ગાળાની યોજના બનાવવી જેવા અનેક સવાલો નો જવાબ સાથે સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં આવે એવી માંગ સાથે આંદોલનકારીઓ મુખ્યમંત્રીને આવેદન આપવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવી લીધા હતા. કેટલાક આગેવાનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા.
પ્રશાસન અને સરકાર ને કોંગ્રેસ આગેવાનોએ પ્રશ્નો કર્યા અને જણાવ્યું હતું કે હાલ સુધી મુખ્યમંત્રી અથવા મ્યુનિસિપલ કમિશનર તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. સ્થાનિક રહીશો અને વિરોધ પક્ષો સરકાર પાસેથી સ્પષ્ટ જવાબની માંગ કરી રહ્યા છે કે, “શું હવે વડોદરામાં ફરીથી પૂર નહિ આવે?”
સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે
શહેરના અનેક વિસ્તારોમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ જણાવ્યું કે, ભૂખી કાંસના ડાયવર્ઝનથી તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ છે અને તેઓ સરકાર પાસે યોગ્ય નિર્ણયની અપેક્ષા રાખે છે.