Vadodara

વડોદરામાં બે નાઈજીરીયન બાખડયા, કોઈ હથિયાર વડે હુમલો કરતા એક યુવક ગંભીર

પ્રતિનિધિ વડોદરા તા.18
વાઘોડિયા રોડ પર પી જી તરીકે રહેતા બે નાઇજીરિયન યુવકો વચ્ચે તકરાર થઈ હતી. કોઈ હથિયાર વડે હુમલો કરતા એક યુવક લોહી લુવાણ હાલતમાં જમીન પર ફસાઈ પડ્યો હતો. જેની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત યુવકને એસએસજીમાં સારવાર માટે ખસેડ્યો હતો.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી પરિવાર સ્કૂલ પાસે એક મકાનમાં બે નાઈઝીરીયા મિત્રો પીજી તરીકે રહેતા હતા. દરમિયાન ગુરુવારે રાત્રિના સમયે તેમની વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. જેમાં એક જણાએ તેના મિત્ર પર કોઈ હથિયાર વડે હુમલો કરતા તે લોહીલુહાણ હાલતમાં ઘરમાં જ ફસાઈ પડ્યો હતો. જેની જાણ પાણીગેટ પોલીસને થતા તાત્કાલિક ટીમના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા અને ગવાઈ ગયેલા નાઈજીરીયન યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ અન્ય એક નાઈઝીરીયા સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top