Vadodara

ભાયલીના અર્બન-7ની છત પર અરબી ઝંડો લગાવ્યો, પોલીસે ઉતારી લઈ લગાવનારની શોધખોળ આદરી..

ગુજરાતમાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં ગઈકાલે રાત્રે વાતાવરણ તંગ થયું હતું. તો હવે વડોદરમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લગાડવામાં આવતા સ્થિતિ તંગ થવા પામી છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગાને જાણ થતા જ તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઝંડો દુર કરાવ્યો હતો. ઘટનાને પગલે ફ્લેટ્સમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વડોદરા શહેરનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળાય તેવા પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું છે. શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લહેરાઇ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગા દોડી આવ્યા હતા. અને તાત્કાલિક અરબી ઝંડો દુર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ મોટી સંખ્યામાં દોડી આવી હતી.
કોર્પોરેટર નિતિન દોંગાએ કહ્યું કે, ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે. વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની જરૂર પણ નહીં પડે. અરબી ઝંડા કોઇ પણ જગ્યાએ નહીં લાગે. અમે ખોટું કરતા નથી. અને ખોટું થવા દઇશું નહીં. આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો. બાકી અમે મહાદેવના સંતાનો છીએ કોઇ હવામાં હશે તો હવા કાઢી દેવામાં આવશે. સમગ્ર ઘટના બાદ અર્બન 7 ફ્લેટ્સ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. પોલીસ દ્વારા અરબી ઝંડા લગાવનાર તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top