વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઊંધિયું, જલેબી, સિંગ અને તલની ચીકી વેચાણ કરતા વિક઼ેતાઓને ત્યાં તથા બજારમાં ખુલ્લું ખજૂર વેચતાં વેપારીઓને ત્યાં ચેકીંગ થતા ફફડ્યા હતાં.
વડોદરા તહેવારોના દિવસો દરમ્યાન ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ વડોદરા શહેરની અંદર બજારોમાં ફરી ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શહેરમાં ઊંધિયું, જલેબી, સિંગ અને તલની ચીકી નું વેચાણ કરતા વિક઼ેતાઓને ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ હાથ ધરવામાં આવતાં સમગ્ર વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શુક્રવારે વડોદરાના બજારમાં હાથ ધરેલી ચેકીંગ કામગીરીમાં દુકાનોમાં વિવિધ વસ્તુઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન વાઘોડિયા રોડની પ્રકાશ ફરસાણ નામની દુકાનમાંથી શંકાસ્પદ જણાતાં ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. . ઉતરાણ પર્વ નજીક હોવાને કારણે વડોદરા શહેર અને જિલ્લામાં લોકો તહેવારને અનુલક્ષીને વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જ્યારે ખાદ્ય ચીજ વસ્તુઓ યોગ્ય ગુણવત્તામાં ન મળે તો ભારે રોગચાળો ફાટી નીકળે અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભું થાય. જેને અનુલક્ષીને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કરી યોગ્ય ગુણવત્તા ન જણાતી હોય તેવા વેપારીઓને ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જો આ લેવાયેલાં સેમ્પલો ફેઈલ આવશે કે તેમાં કોઈ ગેરરીતિ માલૂમ પડશે તો આવાં વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને દંડનીય કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ અધિકારીઓએ આપી હતી.
સેમ્પલના પરિણામો ઉત્તરાયણ પછી આવશે
ઉતરાણ પર્વ નિમિત્તે લોકોનું સ્વાસ્થ્ય ન બગડે તેની અગમચેતિના ભાગરૂપે વડોદરા શહેરની અંદર ખાદ્ય વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અનેક દુકાનોમાંથી સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સેમ્પલ ના પરિણામ ઉતરાણ બાદ આવશે જેમાં અનસેફ સબ સ્ટાન્ડર્ડ આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે-હિતેન્દ્ર ગોહિલ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ