દેશમાં અનેક દવાઓ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારની આપેલી મંજૂરી કરતા વધારે ઉત્પાદન કરવું કે પછી તેની ગેરકાયદે વેચાણ કરવું પણ પ્રતિબંધિત છે. તેવામાં મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી દવાઓની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો છે. આ તપાસમાં મધ્યપ્રદેશ પોલીસની સાથે NCB (નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ટિમ પણ વડોદરા આવી તપાસમાં જોડાઈ છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના રાવપુરા વિસ્તારમાં ખોલો્રોફીલ્સ બાયોટેક પ્રા.લી. કંપનીનું ગોડાઉન આવેલું છે. જ્યાં મોડી સાંજે મધ્યપ્રદેશ પોલીસ અને NCB ની ટિમ આવી પહોંચી હતી અને ગુપ્ત તપાસ શરૂ કરી હતી. જોકે આ મામલે તપાસ કરતા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો. જેની તપાસ સંદર્ભે MP પોલીસ અને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટિમ વડોદરા આવી પહોંચી છે.
એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, ખોલો્રોફીલ્સ બાયોટેક પ્રા.લી. કંપની દ્વારા કોડેઈને ફોસફાટે નામની દવા બનાવે છે. જેની ફેકટરી મધ્યપ્રદેશ ખાતે આવેલી છે. કોડેઈને ફોસફાટે દવાનું ઉત્પાદન સરકારની મંજૂરી હોઈ તે પ્રમાણમાં જ કરવાનું હોય છે. તબીબના પ્રિસ્ક્રીપશન વિના આ દવાનું વેચાણ કરવું પણ પ્રતિબંધિત છે.
જોકે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પણ NCB અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હજી સુધી આ મામલે સત્તાવાર કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.
વડોદરામાં ફાર્મા કંપનીના ગોડાઉનમા મોડી રાત્રે NCB અને મધ્યપ્રદેશ પોલીસનું સર્ચ ઓપરેશન
By
Posted on