Vadodara

વડોદરામાં ફાયર બ્રિગેડ દ્વારા વધુ આઠ ફાયર સ્ટેશન બનાવાશે


નવા ફાયર સ્ટેશનની સાથે સાથે ખાલી પડેલી જગ્યાએ ભરતીની તૈયારીઓ પણ શરૂ

વડોદરામાં વધતી જતી વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ દ્વારા નવા વધુ 8 નવા ફાયર સ્ટેશનો બનાવી તેને કાર્યરત કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે વસ્તીમાં વધારો થાય છે તેના પ્રમાણમાં શહેરમાં ફાયર સ્ટેશનનો કાર્યરત હોવા જરૂરી છે. વડોદરામાં હાલ જે ફાયર સ્ટેશન છે તેના કરતાં બમણા ફાયર સ્ટેશનની જરૂરિયાત વસ્તી પ્રમાણે જણાઈ રહી છે. જેને પહોંચી વળવા માટે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર મનોજકુમાર પાટીલ દ્વારા વડોદરામાં વધુ 8 ફાયર સ્ટેશન નવા બનાવી તેને કાર્યરત કરવાની કામગીરી શરૂઆત કરાઈ છે. જે બાદ વડોદરામાં 16 ફાયર સ્ટેશન કાર્યરત થઈ જશે માત્ર પાંચ જ મિનિટના સમયમાં ઈમરજન્સી અથવા આગના સ્થળે ફાયરની ટીમ પહોંચી કામગીરી કરે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.
નવા ફાયર સ્ટેશનની સાથે સાથે ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ ની ભરતી પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વડોદરા ચીફ ફાયર ઓફિસર મનોજકુમાર પાટિલે જણાવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અત્યારે આઠ ફાયર સ્ટેશન કાર્યરત છે અને બીજા 8 નવા ફાયર સ્ટેશન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એટલે કુલ વડોદરા શહેર પાસે 16 ફાયર સ્ટેશન કાર્યરત થશે. વડોદરા શહેર જિલ્લામાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સી કે આગના બનાવને પહોંચી વળવા માટે એક સક્ષમ ફાયર ટીમ તૈયાર થશે. જેથી કરીને કોઈ પણ જગ્યાએ ઇમર્જન્સી કે આગ નાં બનાવો બને તો તરત કાર્યવાહી કરી મોટી જાનહાની કે નુકસાન ન થાય તે હેતુથી આ કામ હાથમાં લેવાયું છે. સાથે સાથે સ્ટાફની ભરતીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top