પ્રતિનિધિ વડોદરા તા.6
વડોદરા શહેરના સમા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હરણી વારસિયા રિંગ રોડ પર રેડ કરીને દેશી દારૂ સહિત 48 હજારના મુદ્દામાલ સાથે દારૂનું વેચાણ કરનાર બુટલેગર સહિત 5 લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે દેશી દારૂ પુરો પાડનાર સહિતના બે જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપીઓ સહિત મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે વારસિયા પોલીસને સોંપાયો હતો. એસએમસીની રેડ પડતા સમા બાદ હવે વારસીયા પોલીસ ઉઁઘતી ઝડપાઇ હતી.
તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સમા વિસ્તારમાં આવેલી નવીનગરીમાં રેડ કરીને વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિતના 10 લોકોને ઝડપી પાડ્યા હતા. 5 જુલાઇના રોજ એસએમસીની બાતમી મળી હતી કે હરણી રોડ પર આવેલા સ્વાદ ક્વાટર્સમાં બુટલેગર દેશી દારૂનો મોટાપાયે ધંધો કરે છે. જેના આધારે એસએમસીની ટીમે હરણી વારસીયા રિંગ રોડ પર આવેલા સ્વાદ ક્વાટર્સમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી દારૂનું વેચાણ કરનાર બુટલેગર વિજેન્દ્ર ઉર્ફે લાલુ હરીલાલ ઉર્પે હરુભાઇ કહાર, નિતિત અશોક રાજપૂત, નિલેષ હિંમત યાદવ, દિલીપ પરદેશી સહાની,વિકાસ સહાનીને ઝડપી પાડ્યા હતા. જ્યારે અવિનાશ ઉર્ફે અવી હરીલાલ ઉર્ફે હરુ કહાર અને લાલો માળી સ્થળ પરથી નહી મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. એસએમસીએ સ્થળ પરથી દેશી દારૂ, દારૂ વેચાણના રોકડા રૂપિયા, મોબાઇલ 3, અને એક બાઇક મળી 48 ગડાકનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે વારસીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.