Vadodara

વડોદરામાં ફરી ભૂવો : વારસિયા વિસ્તારમાં ટેમ્પો ફસાયો, ટ્રાફિકજામથી નાગરિકોને હાલાકી

વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે શહેરના વારસિયા વિસ્તારમાં આરટીઓ રોડ પર મોટા ભૂવામાં એક ટેમ્પો ફસાઈ જવા પામ્યો હતો, જેના પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ટેમ્પો ચાલક આમ જ પસાર થઈ રહ્યો હતો અને અચાનક ટેમ્પો ચાલકનું એક ટાયર ભૂવામાં ખાબક્યું અને ટેમ્પોનો પાછળનો ભાગ જમીનમાં ફસાઈ ગયો. ઘટનાને પગલે આસપાસના વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા અને આરટીઓ રોડ પર મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. નાગરિકોમાં આ ઘટનાને લઇ ભારે રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે વારંવાર પડતા ભૂવા વિસ્તારમાં પ્રશાસનની બેદરકારી સામે આવે છે. રસ્તાઓની યોગ્ય મરામત અને માપદંડ મુજબની કામગીરી ન થતી હોવાથી આવા બનાવો બનતા રહે છે.

Most Popular

To Top