Vadodara

વડોદરામાં પ્રેમ ઇન્કાર કરનાર યુવતીના હત્યારાને 11 વર્ષ બાદ આજીવન કેદ

પ્રેમ સંબંધ માટે દબાણ બાદ ગળેફાંસો આપી હત્યા કરી હતી
વડોદરા:; શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષ 2015માં બનેલા ચકચારી યુવતી હત્યા કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. આરોપી હરપાલ ઉર્ફે હાર્દિક કિરીટ પટેલે યુવતી પર પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું, પરંતુ યુવતીએ ઇન્કાર કરતાં આરોપીએ દોરડા વડે ગળે ટૂંપો આપી તેની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીને આજીવન કેદની સજા કરાઈ છે.

માંજલપુર પોલીસે કેસમાં મહત્વના પુરાવા, સાક્ષીઓ અને એફએસએલ રિપોર્ટ એકત્રિત કરી ચાર્જશીટ દાખલ કરી હતી. વડોદરાની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલેલા ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ એન.યુ. મકવાણાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદ તથા રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરાય તો આરોપીને વધારાના 6 મહિનાની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top