Vadodara

વડોદરામાં પોસ્ટર વોર : આઈ લવ મોહંમદ’ સામે આઈ લવ મહાદેવ’, સનાતની યુવા સેના મેદાનમાં

વડોદરા: વડોદરામાં હાલ ચાલી રહેલી પવિત્ર નવરાત્રી દરમિયાન શહેરમાં પોસ્ટર શરૂ થયું છે. આઈ લવ મોહંમદ’ સામે આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવી સનાતની યુવા સેના મેદાનમાં આવી છે. આજથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આઈ લવ મહાદેવના પોસ્ટરો લગાવાશે.

યુપીમાં આઈ લવ મોહમ્મદના બેનર અંતર્ગત ગુનો દાખલ થયાના આધારે ઈસમોની થયેલી અટકાયતના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા દેશના અનેક શહેરોમાં આઈ લવ મોહંમદના પોસ્ટર લગાવવા સાથે દેખાવ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના કારેલીબાગ પોલીસ મથક નજીક પણ આઈ લવ મોહંમદનું પોસ્ટર લાગ્યું હતું. ત્યારે હવે આ મામલે સનાતની યુવા સેના પણ મેદાનમાં આવી છે. માંડવી અને ગાજરાવાડી વિસ્તારમાં આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવ્યા હતા.

આજથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવવા સાથે લોકોના ઘરો પર પણ આઈ લવ મહાદેવના સ્ટીકર લગાવવાની શરૂઆત સનાતની યુવા સેના દ્વારા કરવામાં આવશે.

Most Popular

To Top