Vadodara

વડોદરામાં પોલીસના કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા માથાભારે તત્વો

મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં ધસી આવી બે યુવકોને લાકડીના ફટકા માર્યા, લક્ષ્મીપુરામાં કારમાં બે યુવકના અપહરણનો પ્રયાસ

પ્રતિનિધિ વડોદરા તા.20

પોલીસનો જાણે કોઈને ડર જ રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ હથિયારો સાથે ધસી આવી લોકો પર હિંસક હુમલો કરતા પણ અચકાતા નથી. મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં ધસી આવી બે યુવકો પર લાકડીઓ હિંસક હુમલો કર્યો હતો તથા લક્ષ્મીપુરા વિસ્તારમાં જાહેરમાં બે યુવક લાકડીના ફટકા મારી કારમાં અપહરણનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાવનાર માથાભારે તત્વો સામે પોલીસ કડક પગલા ભરશે ખરી ?

મકરપુરા જીઆઇડીસીમાં કંપનીમાં નોકરી કરતો મુકેશ કનકસિંહ એકટીવા લઈને ગઈકાલે સવારે હિમાલયા ચાર રસ્તા પાસે કામ અર્થે ગયો હતો. દરમિયાન ત્યાં ગલીમાંથી પસાર થતી વેળા હોર્ન વગાડવા મુદ્દે બાઈક યુવકને બોલાવ્યો હતો અને તેની એક્ટીવાની ચાવી લઈ લીધા બાદ તું મને ઓળખે છે જેથી યુવકે તેને નહીં ઓળખતો હોવાનું કહ્યુ હતુ. યુવકે રોઠને જાણ કરતા શેઠનો છોકરો વિરલ ત્યાં આવ્યો હતો અને તે ફરી તેમની સાથે ગાળા ગાળી કરવા લાગ્યો હતો. જેથી વિરલભાઈએ તેનું નામ પુછતા તેણે પોતાનું નામ સિદ્ધાર્થ સેનાની (રહે, મહાશક્તિ ફ્લેટ, આજવા રોડ)નો તથા મકરપુરા જીઆઈડીસીની પાર્વતી ટેકનોલોજી કંપનીમાં નોકરી કરતો હોવાનો જણાવ્યું હતું. તેઓ તેની પાસેથી એકટીવાની ચાવી લઈને પરત કંપની પર ગયા હતા. ત્યારબાદ બપોરના સમયે ત્રણથી ચારવાર કંપની પર રેકી કરી હતી. દરમિયાન બપોરે અન્ય યુવકો લંચ બ્રેકમાં ગયા હતા ત્યારે મુકેશ સહિત બે કર્મચારીઓ જ કંપનીમાં હાજર હતા. જેથી સિદ્ધાર્થ સેનાની તથા તેના પિતા સહિતના યુવકો કંપની પર ધસી આવ્યા હતા અને મુકેશને તું સવારે બહુ દાદાગીરી કરતો હતો તેમ કહી લાકડી વડે હુમલો કર્યો હતો. જ્યારે તેમને છોડાવવા વચ્ચે પડેલા રાજેશ મહેન્દ્રભાઈ જાદવને પણ ફટકા માર્યા હતા. મુકેશને ફટકો વાગી જતા તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. મુકેશ અને રાજેશ મને તથા રાજેશ જાદવને 108 એમ્બ્યુલન્સમાં ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત યુવક ભાનમાં આવતા તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલો કરનાર સિદ્ધાર્થ સેનાની તેના પિતા સહિતના લોકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા બનાવવામાં લક્ષ્મીપુરા વિસ્તારમાં કાર લઇ આવવા બે યુવકોનું નંબર વગરની ત્રણ કારમાં આવેલા ગાંધીનગરના 10-15 શખ્સોએ જાહેરમાં લાકડીના ફટકા મારીને શાંતિનો ભંગ કર્યો હતો ત્યારબાદ કારમાં બંને યુવકના અપહરણનો પ્રયાસ કર્યો હતો. પોલીસે 12 લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top