Vadodara

વડોદરામાં પૂર બાદ લોકોમાં ચામડીના રોગ અને ઝેરી મેલેરિયાના કેસ વધ્યાં, સૌથી વધુ અકોટામાં

ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો જોવા મળ્યો

કેડ સમા પાણી ભરાતા શહેરીજનો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા

વડોદરામાં મેઘ તાંડવના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી હતી. કોઈ જગ્યાએ ઘૂંટણ સમા પાણી તો કોઈ જગ્યાએ કેડ સમાં પાણી ભરાયા હતા. લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે હવે પાણી ઓસરતાની સાથે જ કલાકો સુધી પાણીમાં રહેવા મજબૂર બનેલા લોકોમાં ચામડીના રોગો માહિતી સપાટી પર આવી છે.

વડોદરાના સયાજી હોસ્પિટલની ઓપીડીમાં ચામડીના રોગોના દર્દીઓની સંખ્યા ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. પૂરના પાણીમાં કલાકો વીતાવ્યા પછી શહેરીજનોને પગના ચામડીમાં ખંજવાળ, એલર્જી, ઇરીટેશન જેવી તકલીફોમાં વધારો જોવા મળ્યો છે. તો કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં ઓપીડીમાં દૈનિક ધોરણે ચામડીના હજારથી પંદરસો જેટલા દર્દીઓ આવી રહ્યા છે. આ સાથે વડોદરા શહેરમાં ઝેરી મેલેરિયાના કેસ પણ વધવા લાગ્યા છે. ખાસ કરીને અકોટા વિસ્તારમાં ઝેરી મેલેરિયાના દર્દીઓ બહોળી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ગત વર્ષ કરતાં આ વર્ષે ચાલુ સિઝનમાં ઝેરી મેલેરિયાના વધુ કેસ નોંધાયા છે.

Most Popular

To Top