Vadodara

વડોદરામાં પૂર પીડિતોને વળતર આપવા કોંગ્રેસ મેદાને…

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે વેરેલા વિનાશથી લોકોને ભારે નુકસાન થયું છે, જેની સામે સરકાર દ્વારા પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ છે. લોકોને નદીના વિનાશક પૂરથી થયેલા નુકસાન ભરપાય થાય તે માગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ ફતેગંજ અને પેંસુંપુરા વિસ્તાર ની આસપાસ ના પુર પીડિતો સાથે રાખી ફતેગંજ રોડ પર સરકાર અને વડોદરા મહાનગર પાલિકા વિરૂદ્ધ સૂત્રોચાર કરી આક્રોશ વ્યકત કરવામાં આવ્યું હતો. જેમાં વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી , વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસનાં આગેવાનો વિસ્તારના લોકો સાથે જોડાયા હતા.


કોંગ્રેસનું કહેવું છે કે સરકાર દ્વારા પૂરને લીધે થયેલા નુકસાનના વળતરની છે ઘોષણા કરાય છે, તે માત્ર મજાક સમાન છે. આજે પણ શહેરના ઘણા એવા વિસ્તારો છે જ્યાં આર્થિક સહાય પહોંચી નથી. આર્થિક સહાયને માત્ર મજાકનું સાધન બનાવી દીધું છે. કોંગ્રેસે લોકોને જે નુકસાન થયું છે તેની વિગતો એક ફોર્મ પણ ભરી છે, પુર પીડિતો માટે સરકાર દ્વારા અપાયેલી અનાજની અને કેશ ડોલ ની સહાય ભાજપના લોકો માત્ર પોતાના અંગત લોકો ને આપી રહ્યા છે.

કોંગ્રેસ ના પ્રમુખ ઋત્વિક જોશી નું કેહવુ છે સરકારે આપેલી પુર પીડીતોની સહાય લોકો સુધી અત્યાર સુધી 50% વિસ્તારમાં પોહચી નથી. લોકોને થયેલું નુકશાન માટે નક્કી કરેલી કેશ ડોલ ક્યાં ગઈ એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. મુખ્ય મંત્રી આવવના હોય અમે એમને પણ રજૂઆત કરીશું..

વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ જણાવ્યું કે સરકાર લોકો ચૂંટે છે સરકાર લોકોની છે, કોઈ એક સંપ્રદાયની નથી પુર પીડિતો સાથે અન્યાય થઇ રહ્યો છે અમુક સમાજને સહાય આપવમા આવે છે અને અમુક સમાંજ ને સહાય આપતી નથી. જ્યારે પ્રજા વોટ કરે છે ત્યારે સરકાર બને છે અને સરકાર જાત પાત નો ભેદ ભાવ કરે એ યોગ્ય નથી. જો પાલિકા દ્વારા ઝડપથી પુર પીડિતોને સહાય નહિ મળે તો આવનારા દિવસોમાં પુર પીડિતો માટે લોકો ને સહાય મડે તે હેતુ થી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Most Popular

To Top