Vadodara

વડોદરામાં પુમા કંપનીના ડુપ્લીકેટ ચપ્પલ અને કેપનું વેચાણ કરનાર વેપારી ઝડપાયા

કંપનીના માણસોની પોલીસને સાથે રાખી મંગળબજાર-કલામંદિર પાસેની દુકાનમાંથી રેડ

(પ્રતિનિધિ) વડોદરા તા.15
પુમા કંપનીના માણસોએ સિટી પોલીસને સાથે રાખી
મંગળબજાર અને કલામંદિર પાસેની દુકાનમાં દરોડો પાડીને ડુપ્લીકેટ કેપ તથા ચપ્પલ મળી રુ. 45 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ડુપ્લીકેટ માલનું વેચાણ કરનાર બે વેપારી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં અવારનવાર વેપારીઓ દ્વારા સ્ટાન્ડર્ડ કંપનીના ડુપ્લીકેટ માલ નું વેચાણ કરાતું હોવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
શહેરની મધ્યમાં આવેલા મંગળબજાર ખાતે શીરામ કોમ્પલેક્ષમાં આવેલી નિકીતા કેપ નામની દુકાનમાં પુમા કંપનીની ડુપ્લીકેટ કેપ તથા કલામંદિર પાસે ધવલ ફૂટવેરમાં પુમા કંપનીના ડુપ્લીકેટ ચપ્પલ નું વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પુમા કંપનીના માણસોએ સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બે દુકાનો દરોડો પાડ્યો હતો. જેમાં નિકિતા કેપ નામની દુકાનમાંથી ડુપ્લીકેટ કેપ નંગ-853 રૂ. 40 હજાર આશરે તથા સીટી પોઇન્ટ કલામંદીર પાસે આવેલી ધવલ ફુટવેરમાંથી 4800 રૂપિયાના પુમા કંપનીના ડુપ્લીકેટ ચપ્પલ જોડી નંગ-96 મળી આવ્યા હતા. જેથી પોલીસે ડુપ્લીકેટ માલનું વેચાણ કરનાર સુરજ પ્રકાશ સાધવાણી અને જયેશ લીલા રામ કાજવાણીની અટકાયત કરી હતી. બંને દુકાનમાંથી ડુપ્લીકટે કેપ તથા સ્લીપર (ચપ્પલ) મળી રૂપીયા 45 હજારનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top