Vadodara

વડોદરામાં પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળતા વોર્ડ નંબર 13 માં રોગચાળાનો ભય


છેલ્લા ઘણા દિવસોથી ગંદુ, દૂષિત અને જીવડાંવાળા પાણીની સમસ્યા



વડોદરામાં હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો વાવર છે. ઘણા વિસ્તારોમાં પીવાનું દૂષિત પાણી મળી રહ્યું છે. જેના કારણે લોકો પણ રોગચાળો વધુ વકરે તેવી ભીતિ સેવી રહ્યા છે. ડ્રેનેજ લાઈન પાસેથી પીવાના પાણીની લાઈન પસાર થતી હોવાથી અને તેમાં પણ બંને લાઈનો લીકેજ રહેવાથી દૂષિત પાણીના પ્રશ્નો ઊભા થાય છે. શહેરના વહીવટી વોર્ડ નંબર 13 માં ગંદા અને દૂષિત પાણીનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે. સન બંગલો સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી ડ્રેનેજના પાણી જોડે મિશ્રિત આવે છે. પાણી પીવા લાયક તો ઠીક વાપરવા જેવું પણ હોતું નથી. આ સ્થિતિમાં લોકોને પાણી વેચાતું લેવું પડે છે. આ વિસ્તારના વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ મુખ્યમંત્રીને આ અંગે એક પત્ર લખીને કહ્યું છે કે પાલિકા સ્માર્ટ સિટી બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ પાણીનું નેટવર્ક સ્માર્ટ બનાવતા નથી. ફક્ત કાગળ પર જ સ્માર્ટ છે. વિસ્તારના નાગરિકોની વારંવારની ફરિયાદો છતાં પણ તેનો કોઈ જ નિકાલ આવતો નથી. આ અગાઉ લેખિત તેમજ મૌખિક રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરેલ છે, પરંતુ ગંદા પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. કોર્પોરેશનને તાકીદ કરી વડોદરાના નગરજનોને શુદ્ધ પીવાનું પાણીની સુવિધા મળી રહે તે માટે તાકીદ કરવા જરૂરી સુચના આપવા અનુરોધ કર્યો હતો.
વોર્ડ નં. 13 માં છેલ્લા બે મહિનાથી આશરે 500 પરિવારને ગંદુ દુષિત અને જીવડવડા પીવાના પાણી પીવા મજબૂર થયા હતા.
હજુ થોડા દિવસ અગાઉ જ વોર્ડ નંબર 13 માં પાણીની લાઈન અને ડ્રેનેજ ની લાઇન મિશ્ર થાતું પાણી આવતા દ્વારા ફોલ્ટ શોધવા માટે અનેક જગ્યાએ ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા અને 500 થી વધારે મકાનો પીવાના પાણી ની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top