Vadodara

વડોદરામાં પીવાના પાણીની કટોકટી સાથે વિશ્વામિત્રીમાંથી પસાર થતી પાણીની લાઇનમાં લીકેજ



પીવાનું પાણી દુર્ગંધયુક્ત અને કાળુ હોવાથી સ્થાનિકોમાં રોષ

વડોદરામાં કામનાથ મહાદેવ મંદિર પાસે વિશ્વામિત્રીના કિનારે પાણીની લાઇનમાં લીકેજ થવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે . લીકેજના કારણે વિશ્વામિત્રી નદીનું ગંદુ પાણી પીવાના પાણી પુરવઠામાં ભળી ગયું છે, જેના કારણે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો ઉભો થયો છે. જેને લઇને લોકો માં બીમારી ફેલાવવા નો ભય ફેલાયો છે.

આસપાસના વિસ્તારોના રહેવાસીઓ તેમના પીવાના પાણીમાં દુર્ગંધ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેનાથી પાણીજન્ય રોગો થઈ શકે છે. આ પરિસ્થિતિમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરવામાં આવી છે. જેથી લીકેજને સુધારી શકાય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષિત પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગંભીર મુદ્દાને ઉકેલવા અને પીવાના પાણી પુરવઠામાં વધુ દૂષણ અટકાવવા માટે ઝડપી પગલાં લેવા જોઈએ. કોર્પોરેશનનો તાત્કાલિક પ્રતિભાવ સ્થાનિકોની ચિંતાઓને દૂર કરવામાં અને તેમને સલામત અને સ્વચ્છ પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવામાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top