બોરસદ પિયર આવેલી પરિણીતાએ છ સાસરિયા સામે ફરિયાદ આપી
(પ્રતિનિધિ) બોરસદ તા.24
બોરસદ શહેરમાં રહેતી પરિણીતા વડોદરા સાસરિમાં રહેતી હતી તે સમયે પતિ સહિત કુટુંબીજનોએ ત્રાસ આપ્યો હતો. આ અંગે શહેર પોલીસ મથકે છ સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
બોરસદ શહેરની વાસદ ચોકડી પાસે આવેલી વ્હોરા સોસાયટીમાં રહેતા રેશ્માબહેનના લગ્ન 3જી ફેબ્રુઆરી,2010ના રોજ સોહિલ ઐયુબ વ્હોરા (રહે. વડોદરા) સાથે થયાં હતાં. આ સમયે સોહિલ ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો જ્યારે ટાઇલ્સનો ભાગીદારીમાં વેપાર પણ કરે છે. દસ વર્ષ શાંતિથી ચાલતા લગ્ન જીવનમાં એક દિકરી અને દિકરાનો જન્મ પણ થયો હતો. દરમિયાનમાં 14મી જાન્યુઆરી,2020ના રોજ સોહિલે અચાનક રેશ્માબહેનને તુ મને ગમતી નથી અને તારામાં કોઇ ઇન્ટ્રસ નથી. મેં બીજી શોધી કાઢી છે. તું તારા બાપના ઘરે જતી રહે. તેમ કહી ગુસ્સે થઇ અવાર નવાર ગડદાપાટુનો મારમારતાં હતાં. આ ઉપરાંત સાસુ નશીમબહેન પણ ઘરનો દરવાજો બંધ કરી અપશબ્દ બોલી મારપીટ કરતાં હતાં. નણંદ સમીમબહેન, નિલોફરબહેન બન્ને ઘરના કામકાજ બાબતે ત્રાસ આપતાં હતા. રેશ્માબહેનના તેના સાસરિયા અવાર નવાર કોઇને કોઇ બહાના હેઠળ ઝઘડા કરી સોહિલના બીજા લગ્ન કરવાની વાત કરતાં હતાં.
આ ઉપરાંત પિયરમાંથી રૂ.15 લાખ દહેજ લાવવા માટે ધમકાવતા હતા અને ત્રીજા માળેથી ધક્કો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હતાં. આ ઉપરાંત વર્ષ – 2023માં ઉનાળાના વેકેશનમાં રેશ્માબહેન બન્ને બાળકો સાથે બોરસદ આવ્યાં હતાં. આ સમયે પણ સોહિલે બોરસદ આપી ઝઘડો કરી ધમકી આપી દિકરાને લઇ જતાં રહ્યાં હતાં. બાદમાં વડોદરા મહિલા હેલ્પ લાઇન 181ની મદદથી દિકરાને મળવા દીધો હતો. પરંતુ પરત બોરસદ આવી ગયાં હતાં. બાદમાં ફરી સાસરીયામાં જતાં ઝઘડો કર્યો હતો. આથી, 181ની મદદથી સામાન લઇ પરત વડોદરા આવી ગયાં હતાં. આ અંગે બોરસદ શહેર પોલીસ મથકે પતિ સોહિલ ઐયુબ વ્હોરા, સાસુ નસિમબહેન, સમીમબહેન યાસીન વ્હોરા, નિલોફર સમીર શેખ, સલીમ મહંમદસહિદ વ્હોરા અને વહિદાબહેન સલીમ વ્હોરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.