વડોદરા મહાનગરપાલિકામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને પ્રથમ રિવ્યુ બેઠક મળી
સ્માર્ટ સિટી સિસ્ટમને પણ એક્ટિવ કરવા બાબતે ચર્ચા કરી સૂચનો અપાયા
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્રથમ રીવ્યુ બેઠક મળી હતી. બેઠકમાં સ્વચ્છતા, પાણી, વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિતના મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની જવાબદારી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.
બેઠકના અંતે VMC કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આજની મારા અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી, જેમાં વડોદરામાં ઝોનલ સિસ્ટમની અમલીકરણ કરવાનું નક્કી કરાયું હતું. જેમ અમદાવાદ, સુરત, રાજકોટમાં ચાલી રહી છે તે જ રીતે વડોદરામાં પણ ઝોનલ સિસ્ટમ અમલી કરવા માટે નું કામ ચાલી રહ્યું છે. જેનાથી સ્થાનિક લોકોને પડતર પ્રશ્નો માટે વીએમસી ઓફિસ સુધી આવું ન પડે અને સ્થાનિક લેવલમાં જ અધિકારીઓ સ્થાનિક લોકોની તકલીફો દૂર કરી શકે . આવનારા દિવસોમાં ક્લીન એન્ડ ગ્રીન વડોદરા બનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. એ સાથે જ ઈલેક્ટ્રીક 100 પ્લસ બસો વડોદરાને મળવાની હોય તેને લઈને ચાર્જિંગ સ્ટેશન, બસ ડેપો જેવી સુવિધાઓ વડોદરાને મળી રહે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. રોડનું વિસ્તરણ કેવી રીતના કરી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે વડોદરા માટે મહત્વના વિશ્વામિત્રી પ્રોજેક્ટ બાબતે પણ જે તે અધિકારીઓ સાથે ચર્ચા કરી અમુક સુચનો આપવામાં આવ્યા છે.
આવનારા દિવસોમાં આજવા સરોવર ના ડેમ પર અધિકારીઓ સાથે જવાનું પણ નક્કી આ બેઠકમાં ચર્ચા કરી છે. વડોદરા સીટીઝન માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેના પર સિટિઝનોને પડતી તકલીફો હોય તેને તાત્કાલિક નિરાકરણ કેવી રીતે કરી શકાય તે બાબતે પણ ચર્ચા કરી છે. ચોમાસા પહેલા પાણીને લઈને અને સફાઈને લઈને કેવી રીતે કામ કરી શકાય અને સાથે સ્માર્ટ સીટી સિસ્ટમને પણ એક્ટિવ કરવા બાબતે ચર્ચા કરી જે તે વિભાગના અધિકારીઓને સૂચનો પણ આપવામાં આવ્યા છે.
આ બેઠક માં ડેપ્યુટી કમિશનર કેતન જોશી ગંગાસિંહ રાજપુરોહિત, વી એચ રાજપુત તેમજ તમામ વિભાગના વડાઓ હાજર રહ્યા હતા.