Vadodara

વડોદરામાં નોકર નોકરાણીએ ખેલ પાડ્યો, રૂ.8.20 લાખના દાગીનાની સાફસુફી કરી પલાયન

(પ્રતિનિધિ) વડોદરા તા.20

વાસણા ભાયલી રોડ પર રહેતા કંપની સંચાલકના ઘરમાં મુકેલી તિજોરીમાંથી નોકર અને નોકરાણી રૂ. 8.20 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. તેઓ પત્ની અને પુત્ર સાથે સિંગાપુર ગયા હતા ત્યારે માતાએ કામ માટે બંને જણાને રાખ્યા હતા. પોલીસે બંને જણાને શોધખોળ હાથ ધરી છે.

વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર આવેલા સનરાઇઝ પાર્કમાં રહેતા રવિકુમાર સુરેશકુમાર ચૌધરી પોર જીઆઇડીસી ખાતે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મરના પાર્ટસ બનાવવાની ફેકટરી ચલાવે છે. કંપની સંચાલક પત્ની તથા પુત્ર સાથે સિંગાપુરા ગયા હતા અને 18 મેના રોજ પરત ઘરે આવ્યા હતા. દરમિયાન તેમની ઉપરના માળ પર ગયા હતા. ત્યારે તેમની તિજોરીના દરવાજો કોઇ સાધન તોડેલો હતો અને તેમાં મુકેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતા. જેથી પત અને પત્નીએ નીચે આવીને તેમની માતાને પુછતા તેઓએ જણાવ્યું હતું કામવાળી બાઇ બે મહિનાથી આવતા ન હોય એક મહિલા અને પુરુષના 10 મેથી આરતી અને રાહુલને નોકરી પર રાખ્યા હતા. બંને જણઆએ તેમની માતાનો એકલતાનો લાભ લઇને તિજોરીમાંથી 8.20 લાખના સોના ચાંદીના દાગીનાની સાફસુફી કરી પલાયન થઇ ગયા હતા. જેથી કંપની સંચાલકે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોકરી અને નોકરાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top