વડોદરા તા.4
વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસેથી પોલીસે નશાની હાલતમાં કાર ચાલક સહિત આણંદના ચાર નબીરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રક્ષિત કાંડ જેવુ કાંડ કરે તે પહેલા જ તમામની ધરપકડ કરી લીધી હતી. જેમાં ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય ત્રણ વિરુદ્ધ પીધેલાનો કેસ કરાયો છે.
વડોદરા શહેરમાં ફરીવાર દારૂબંધીના લીરેલીરા ઉડતા જણાયા હતા. અકોટા પોલીસની ટીમ 3 એપ્રિલના રોજ રાત્રિના સમયે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન આણંદ પાસિંગ વૈભવી કારના ચાલક પર પોલીસને શંકા ગઈ હતી. વાંકી ચૂકી ગાડી ચલાવતા ચાલકને ઉભો રખાવ્યા બાદ પોલીસે તેમાં તલાસી લેતા ચાલક સહિત ચાર શખ્સો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. ઉપરાંત કારમાંથી બીયરના ટીમ અને દારૂની બોટલ પણ મળી આવી હતી. જેથી પોલીસે જીગર હિતેન્દ્ર પટેલ (રહે.શીવમ બંગલો, કરમચંદ રોડ, જી. આણંદ) તેની સાથે હીરેન દિલીપ પટેલ (રહે. શીવમ બંગલો, કરમચંદ રોડ, જી.આણંદ), સ્મીત મુકેશભાઈ પટેલ (રહે. સૌરાષ્ટ્ર સેલોની, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર, જી.આણંદ) તથા કેવલ હેતા પટેલ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર ચાલક હિરેન પટેલ દારૂનો નશો કરીને કાલ ચલાવતો હોય તેના વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઇવ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે.
