વડોદરા તારીખ 16
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નજીક અવધૂત ફાટક પાસે નશો કરેલી હાલતમાં ચાલકે કાર ચલાવતા બસ સાથે અકસ્માત કર્યો હતો. રાવપુરા પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતા કાર ચાલક નશો કરેલી હાલતમાં હોય તેના વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઈવ નો કેસ કરીને તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હોળીનો તહેવાર સંસ્કારીનગરી વડોદરા માટે ભારે સાબિત થઈ રહ્યો છે. હોળીના તહેવારના દિવસથી જ શહેરમાં અકસ્માત થવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. જેમાં બે દિવસ દરમિયાન 73 અકસ્માતો સર્જાયા હતા. ત્યારે અવધૂત ફાટક પાસે 16 માર્ચના રોજ રાત્રિના સમયે બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન એક યુવક નશો કરેલી હાલતમાં કાર ચલાવતા તેણે બસ ની પાછળ અકસ્માત કર્યો હતો. જેની જાણ રાવપુરા પોલીસને થતા તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારે કારમાં બેઠેલા લોકો પૈકી કાર ચાલક નશો કરેલી હાલતમાં હોય પોલીસે તેના વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઈવ નો કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતના કારણે કોઈને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી.
