વડોદરામાં રવિવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજવા રોડ, વાધોડિયા રોડ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. સતત વરસાદથી વિશ્વમિત્રી નદીનું જળસ્તર વધ્યું છે. 18 ફૂટનાં લેવલે વિશ્વામિત્રી નદી પહોંચી હતી. અલકાપુરી ગરનાળું પાણી ભરાવાને કારણે બંધ કરાયું હતું.
વડોદરામાં ભારે વરસાદનાં કારણે અનેક રોડ પર પાણી ભરાયા હતા. રોડ પર પાણી ફરી વળવાનાં કારણે સિટી બસ સેવા બંધ કરવામાં આવી હતી. રોડ પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી સિટી બસ સેવા બંધ રહેશે. પાણી ઓછા થયા પછી સિટી બસ સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સિટી બસ બંધ થતા મુસાફરોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
વડોદરામાં ધોધમાર વરસાદથી સિટીબસ સેવા ફરી બંધ
By
Posted on