ભગવાન નરસિંહજીનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે 15 નવેમ્બરના રોજ સાંજે 05:00 વાગ્યે નિજ મંદિરેથી નીકળશે
રાતના 11:00 વાગે વરઘોડો તુલસીવાડી પહોંચશે.ત્યાં ભોગવીધી, પૂજા અને તુલસી વિવાહ યોજાશે.
(પ્રતિનિધિ) વડોદરા તા. 14
વડોદરા શહેરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ કારતક સુદ પૂનમના દિવસે ભગવાન નરસિંહજીના મંદિર ખાતેથી ઐતિહાસિક ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો આવતીકાલે નીકળશે.જેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે.દેવદિવાળીના દિવસે વડોદરાની આન બાન અને શાન સમા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનના મંદિરેથી ભગવાન નરસિંહજીનો નીકળશે અને ભગવાન નરસિંહજીના તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે.ત્યારે આ અંગે ગુરુવારે મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, ભગવાન નરસિંહજીનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે 15 નવેમ્બરના રોજ સાંજે 05:00 વાગ્યે નિજ મંદિર ખાતેથી નીકળશે. મંદિરથી નીકળીને દરબાર બેંડ ખાચામાંથી પસાર થઈ માંડવી રોડ ઉપર થઈ લગભગ 8 વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પાસે પહોંચશે.ત્યાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે. ત્યાં આરતી થશે અને ત્યાંથી વરઘોડો પરત લગભગ પોણા નવની વચ્ચે નીકળી અને ચાંપાનેર તરફ થઈ ફતેપુરા થઈ અને તુલસીવાડી લગભગ રાતના 11:00 વાગે પહોંચશે.ત્યાં ભોગવીધી, પૂજા અને તુલસી વિવાહનો પ્રસંગ છે.જે કલાક સુધી ચાલશે. તુલસી વિવાહ પૂરા થયા બાદ ત્યાંથી લગભગ રાતના બે થી અઢીની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને મંદિરે સવારે સાત વાગે ફરશે. આ વરઘોડાની તૈયારી રૂપે પાલખી બાંધવામાં આવે છે બાકીની મંદિરની અંદર જે બધી તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે. પણ પાલખી બાંધવાની પ્રક્રિયા છે એ લગભગ સાંજે પાંચ વાગ્યે કરવામાં આવે છે. ખાસ કરીને કહાર પરિવારના સભ્યો છે. એ ખાસ રૂચિ ધરાવે છે. તેવો આવશે અને આ પાલખી બાંધવાનો કાર્યક્રમ કરવામાં આવશે. રાત્રે એક મેળા જેવું વાતાવરણ હોય છે. બધી મંડળીઓ ભેગી થાય છે ભજન કરવામાં આવે છે. બાળકોના રમકડાં સહિત હાટડીઓ લાગે છે.એટલે એ સમયે 11-12 વાગ્યા સુધી વાતાવરણ મેળા જેવું બની રહી છે.