પ્રતિનિધિ વડોદરા તા.21
તાજેતરમાં મધ્યપ્રદેશમાંથી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આ દવાઓનું કનેક્શન પણ વડોદરા સુધી પહોંચ્યું હતું. જેથી મધ્યપ્રદેશ પોલીસ અને એનસીબી (નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ટીમે મોડી રાત્રે વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા દવાના ગોડાઉનમાં ગુપ્ત રીતે તપાસ શરૂ કરી છે. પરંતુ વડોદરાના ગોડાઉનમાંથી મધ્યપ્રદેશ પોલીસ અને એનસીબીને પ્રતિબંધિત દવાની 850 સીરપ અને 15000 ટેબલેટ જથ્થો મળતા સીઝ કરાયો છે. ઉપરાંત વડોદરામાંથી એક આરોપીની પણ ધરપકડ કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર KHLOROPHYLLS Biotech pvt. Ltd કંપની દ્વારા Codeine Phosphate નામની દવા બનાવવામાં આવે છે અને આ દવાની ફેકટરી મધ્યપ્રદેશ ખાતે આવેલી છે. Codeine Phosphate દવાનું ઉત્પાદન સરકાર દ્વારા અપાયેલું મંજૂરી હોઈ તે પ્રમાણમાં જ કરવાનું હોય છે. જ્યારે તબીબના પ્રિસ્ક્રીપશન વિના આ દવાનું વેચાણ કરવું હોલસેલ કે રિટેલમાં કરવું તે પણ પણ પ્રતિબંધિત છે.થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશ રાજ્ય માંથી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો હતો. કહેવાય છે ને નાર્કોટિક્સ, એટીએસ, સરકારી પરીક્ષાના પેપરનું કૌભાંડ પરંતુ તેમાં વડોદરાનું કનેક્શન અચૂક નીકળતું હોય છે. મધ્યપ્રદેશમાંથી ઝડપાયેલી દવાના જથ્થાનું રહેલા જથ્થાનું કનેક્શન પણ વડોદરા નીકળી છે. જેને તપાસ ને લઈ રાવપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશ અને NCB ની ટિમ દ્વારા KHLOROPHYLLS Biotech pvt. Ltd. કંપનીનું ગોડાઉન આવેલું છે. જ્યાં મોડી રાત્રે મધ્યપ્રદેશ પોલીસ અને NCB ની ટિમ આવી પહોંચી હતી અને ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી. જેમાં વડોદરામાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત 850 સીરપ ની બોટલ અને 15000 ટેબલેટ્સનો જથ્થો મળી આવતા સીઝ કરાયો છે ઉપરાંત એક આરોપીની પણ ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.