Vadodara

વડોદરામાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં ચારથી પાંચ મકાનના તાળા તોડ્યા

માત્ર નાઈટ પેટ્રોલીંગના નામે દેખાડો કરતી પોલીસના કારણે તસ્કરોને મોકળું મેદાન મળ્યું

પ્રતિનિધિ વડોદરા તા.11
વડોદરા શહેરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈપણ પ્રકારનો ખોફ રહ્યો જ ન હોય તેમ બિન્દાસ રીતે વધુને વધુ મકાનોને નિશાન બનાવી ચોરીઓને અંજામ આપી રહ્યા છે. પરંતુ વડોદરામાં આવેલા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિત સમગ્ર પોલીસ વિભાગ તસ્કરોને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. તસ્કરો રોજ એક મકાનમાં હાથ ફેરો કરીને પોલીસ પેટ્રોલિંગના સરેઆમ લીરેલીરા ઉડાવી રહ્યા છે અને પોલીસ માત્ર નાઈટ પેટ્રોલિંગના નામે આંટો મારીને પરત ગયા બાદ જગ્યા પર બેસીને તમામ પોલીસ કર્મચારીઓ બસ ગપ્પા જ મારતા રહે છે જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે અને બિન્દાસ રીતે ઘરમાં ચોરી કરી ફરાર થઈ જતા હોય છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં એક જ રાતમાં તસ્કરોએ ચારથી પાંચ મકાનોને નિશાન બનાવી આતંક મચાવ્યો છે. મકાનના દરવાજા અને જાડીને મારેલા તાડા નકુચા સાથે કાપીને તસ્કરો ઘરોમાં ગુસ્સા હતા. ત્યારબાદ તિજોરી અને કબાટમાં મુકેલો તમામ સામાન વેર વિખેર કરી નાખ્યા બાદ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ની સાપ સુફી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીમાં ભોગ બનનાર સ્વપ્નિલ માછી પરિવાર સાથે ગરમીના કારણે છત પર ઊંઘવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટક્યા હતા અને રૂપિયા અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે હજુ સુધી સત્તાવાર રીતે પોલીસ સ્ટેશનમાં કેટલી માલમતાની ચોરી થઈ છે તેની સત્તાવાર માહિતી મળી નથી.

Most Popular

To Top