Vadodara

વડોદરામાં તમામ બાળકોના માતાપિતા માટે ચેતવણીરૂપ વીડિયો સામે આવતા ચકચાર…

વડોદરાના માંજલપુરમાં સ્કૂલવાનમાંથી બાળકો પટકાયાનો વીડિયો વાયરલ થયો છે. આ ચોંકાવનારો વીડિયો વડોદરાની તુલસીશ્યામ સોસાયટીનો છે.આ વીડિયા અંગે વાત કરીએ તો જ્યાં સવારે બાળકોને લઇ જઇ રહેલી સ્કૂલવાનમાં અચાનક દરવાજો ખુલી જતાં 2 વિદ્યાર્થિનીઓ રસ્તા પર પટકાઇ ગઈ હતી.બાળકીઓના રસ્તા પર પટકાવાનો વીડિયો વાયરલ થતા બાદ રાજ્યમાં ફરી બાળકોની સલામતીને લઇ સવાલો ઉભા થઇ રહ્યા છે.આ ઘટના બાદ સ્કૂલવાનમાં બાળકોની સલામતી વધારે સારી રીતે સુનિશ્ચિત કરવા માગ ઉઠી છે. આ તમામ વચ્ચે પોલીસે તપાસ હાથધરી છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે સોસાયટીમાં જઈને તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે, વીડિયો તુલશી શ્યામ સોસાયટીનો હોવાનું લાગી રહ્યું છે. જેથી કેમેરા ચેક કરવામાં આવશે ,પોલીસ તરત એકશનમાં આવી સીસીટીવી થી તપાસ તેજ કરી ગાડી નંબરના આધારે ગણતરીની મિનિટોમાં જ સ્કૂલ વાન ચાલકને પકડી પાડિયો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો એક વિડિયો જેમાં સ્કૂલ વાન માંથી બે છોકરીઓ ચાલુ વાને નીચે પટકાઈ દેખાય છે એ વીડિયોની તપાસ કરતા
માંજલપુર વિસ્તારમાં તુલસીશ્યામ સોસાયટીમાં એક ઇકો સ્કૂલવાન ચાલકની ગાડીમાંથી બે છોકરીઓ પડી જતા નો એક વિડિયો વાયરલ થયો હતો.
જેના મૂળ સુધી વડોદરા પોલીસની ટીમ પહોંચી છે. ડ્રાઇવર નું નામ પ્રતીક પડિયાર છે.અને માલિકનું નામ જીગ્નેશ જોશી છે. ડ્રાઇવરનું કહેવું છે કે પાછળના વિન્ડો ની હેન્ડલ બગડી હતી તેના કારણે છોકરીઓ નીચે પડી હતી ,વારંવાર ગાડી ના માલિક ને જાણ કર્યા પછી પણ તેને રીપેર કરવામાં નથી આવ્યું જેના કારણે દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. વડોદરા પોલીસે ડ્રાઈવર પ્રતિક પડિયારનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકો પોલીસની આ કામગીરીને શ્રેષ્ઠ ગણી આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top