Vadodara

વડોદરામાં ડેન્ગ્યુના 5 અને કોલેરાના બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ..

વડોદરામાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિત વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ડેન્ગ્યુના 5 અને કોલેરાના બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.
વડોદરા મહાનગર પાલિકા દ્ધારા જાહેર કરવામાં આવેલ રોગચાળાના આંકડા અનુસાર વડોદરા શહેરમાં અકોટા, મુજમહુડા, અટલાદરા, નવીધરતી, મકરપુરા વિસ્તારમાંથી ડેન્ગ્યુના 5 કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે મલેરિયાના 900 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

ચિકનગુનિયાના પણ 16 કેસ શંકાસ્પદ નોંધાયા છે સાથે વડસર અને નાગરવાડા વિસ્તારમાંથી વધુ બે દર્દીઓ કોલેરા પોઝિટિવ નોંધાયો છે. કોલેરાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટિમો દોડતી થઇ છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને અટકાવવા માટે 28 હજારથી વધુ ઘરોમાં ફોગીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથે મચ્છરના પોરા મળી આવતા બે કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ ફટકારવામાં આવી હતી.

Most Popular

To Top