Vadodara

વડોદરામાં ડભોઈ કોર્ટના આદેશ બાદ નર્મદા નિગમની કચેરીએ અધિકારીઓએ જઈ સીલ માર્યું

ડભોઈના ખેડૂતોએ સરકારને કાનૂની લડત આપી અને આખરે તેમની જીત થઈ

અગાઉ પણ ખેડૂતોએ નર્મદા નિગમની ઓફિસે મોરચો કાઢી સામાન જપ્ત કરી તંત્ર સાથે ઘર્ષણ પણ થયું હતું



સરદાર સરોવર પ્રોજેક્ટ, જેનો ઉદ્દેશ્ય સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવા, જળવિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવા અને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવાનો હતો, તે સંદર્ભે જે તે વખતે ખેડૂતોની જમીન સરકારે સારો ભાવ આપીશું કહીને જમીનો લીધી હતી અને તેઓને બીજી જગ્યાએ વિસ્થાપિત કરી આપવા બાહેધરી પણ આપી હતી તેમ છતાં ખેડૂતોને જમીનોનું પૂરું વળતર ના આપતા વિવાદ થયો હતો ઘણા ખેડૂતો અને પરિવારો અપૂરતા વળતર અને પુનર્વસન સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. આખરે વડોદરામાં ડભોઈ કોર્ટના આદેશ બાદ નર્મદા નિગમની કચેરીએ અધિકારીઓ એ જઈ સીલ માર્યું હતું.


મળતી વિગત મુજબ 1989માં નર્મદા નિગમે ડભોઈની આસપાસ 6 ગામોની જમીન સંપાદિત કરી હતી. અને 1991માં 543 ખેડૂતોને 23 રૂપિયા ચો. ફૂટ ભાવે આ જમીનનું વેચાણ કર્યું હતું. ખેડૂતોને જમીનનો જે ભાવ આપવામાં આવ્યો તે ઓછો લાગતા કોર્ટમાં લડત ચલતી હતી. ખેડૂતોએ 86 રૂપિયા પ્રતિ ચો. ફૂટ નો ભાવ માંગ્યો હતો. ખેડૂતો તેમની જમીનના યોગ્ય ભાવ મળે માટે આખરે કોર્ટના શરણે ગયા અને ખેડૂતોએ કાનૂની લડત ચલાવી હતી. અને આજે ત્રણ દાયકા થી વધુ સમય બાદ હાલમાં ડભોઈ કોર્ટે નર્મદા નિગમને ખેડૂતોને નાણાં ચૂકવવા આદેશ કર્યો હતો. છતાં પણ નર્મદા નિગમે નાણાંની ચૂકવણી ના કરતા ડભોઈ કોર્ટે મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો.

વડોદરામાં ડભોઈ કોર્ટના આદેશ બાદ નર્મદા નિગમની કચેરીએ અધિકારીઓ એ જઈ સીલ માર્યું હતું. ડભોઈ કોર્ટે ખેડૂતોને નાણાં ન ચૂકવતા મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો ડભોઈ કોર્ટે ખેડૂતોને 30 કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો. આ આખીય ઘટનામાં જમીન સંપાદન મામલે ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સામે કાનૂની લડત લડી રહ્યા હતા. આખરે ખેડૂતોની ત્રણ દાયકાથી વધુ લડત રંગ લાવી.

કમિશનર અમિત અરોરાની ઓફિસ, તેમની ખુરશી, લેપટોપ અને અન્ય સામાન સહિત જપ્ત કરી…


ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી વળતરની માંગણીઓ આખરે રંગ લાવી હતી. અધિકારીઓએ આજે ​​કોર્ટના આદેશ મુજબ IAS-CEO-કમિશનર અમિત અરોરાની ઓફિસ, તેમની ખુરશી, લેપટોપ અને અન્ય સામાન સહિત, જપ્ત કરી લીધી. સરદાર સરોવર પ્રોજેક્ટ માટે પોતાની જમીન છોડી દેનારા ખેડૂતો વર્ષોથી યોગ્ય વળતર માટે લડી રહ્યા છે તે પછી આ કડક પગલું લેવામાં આવ્યું છે.

અગાઉ ખેડૂતોએ દ્વારા નર્મદા નિગમની ઓફિસે મોરચો કાઢી તંત્ર સાથે ઘર્ષણ પણ થયું હતું…
આ અગાઉ પણ ડભોઈના ખેડૂતોએ સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસે મોરચો કાઢી સામાન જપ્ત કરી તંત્ર સાથે ઘર્ષણ પણ થયું હતું. ડભોઈના ખેડૂતો સરકારે તેમની માગ પૂર્ણ ના કરતા રોષે ભરાયા હતા. અને એટલે જ નર્મદા નિગમને બાનમાં લીધું હતું. આ જમીન સરકારે હસ્તક લેતાં ખેડૂતોને સારું વળતર ચૂકવવાનો દાવો કર્યો હતો. પરંતુ સરકારે જમીન સંપાદન કર્યા બાદ તેના મૂળ માલિક ખેડૂતોને યોગ્ય વળતર ના આપતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી.

Most Popular

To Top