Vadodara

વડોદરામાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા

લાલબાગ બ્રિજ પર રોંગ સાઈડથી પસાર થતા વાહનો, પોલીસની ગાડી પણ કાયદા તોડતી જોવા મળી!

વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમો માત્ર કાગળ પર જ લાગુ પડે છે તેમ જણાય છે. શહેરના લાલબાગ બ્રિજ પર દિનપ્રતિદિન વાહનો રોંગ સાઈડથી પસાર થઈ રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, જે પોલીસ સામાન્ય નાગરિકોને નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે અને દંડ ફટકારે છે, તેની પોતાની જ ગાડી રોંગ સાઈડથી પસાર થતા જોવા મળી છે. લાલબાગ બ્રિજ પર અવારનવાર વાહનચાલકો રોંગ સાઈડથી પસાર થતા હોય છે. રોંગ સાઇડ ચાલતા વાહનોના લીધે નિયમિત લાલ બાગ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટે જોખમ ઊભું થાય છે. શહેરના મુખ્ય માર્ગોમાં એક ગણાતા આ બ્રિજ પર ટ્રાફિક નિયમનનું અભાવ સ્પષ્ટ જોવા મળે છે.

જો સામાન્ય નાગરિક રોંગ સાઈડ જાય તો દંડ કેમ? અને જ્યારે પોલીસ જાતે જ નિયમ તોડે ત્યારે શું કાર્યવાહી થશે? આ પ્રશ્નોના જવાબ તંત્ર પાસે છે કે નહીં, એ હવે જોવાનું રહેશે!

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પાસે પૂરતો સ્ટાફ જ ન હોવાની વાત આધારભૂત પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી છે. જો ટ્રાફિક પોલીસ પાસે સ્ટાફ જ પૂરતો ન હોય તો શહેરમાં આ જ પ્રકારે ટ્રાફિક નિયમનના ધજાગરા ઉડતા રહશે અને જે લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરતા હશે તેવા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.

Most Popular

To Top