કાર પંકચર થતા કાર ચાલકે સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત
વડોદરા શહેરમાં અવારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે મંગળવારે સવારે ચકલી સર્કલ વિસ્તારમાં આવો જ એક બનાવ બન્યો હતો પુરપાટ ઝડપે આવેલી કારે પાંચથી છ વાહનોને અડફેટે લેતાં નુકસાન થયું હતું. અને સાથે સાથે બીજા વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હતી જેને 108 એમ્યુલાન્સ મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા.

ચકલી સર્કલ પાસે બ્રિજ ઉતરતી વખતે સિગ્નલ હોવાથી વાહનો રોકાયા હતા. તે દરમિયાન પૂર ઝડપે ધસી આવેલી લાલ રંગની કારે એક કારને પાછળથી અથાડી દેતાં એક પછી એક ત્રણ કાર ભટકાઈ હતી. સાથે સાથે બે થી ત્રણ સ્કૂટરોને પણ નુકસાન થયું હતું. જેમાં એક ઇજાગ્રસ્તને 108 એમ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. બનાવને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો . ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર જઈ વાહન વ્યવહાર હળવો થાય અને રાબેતા મુજબનો થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત અનુસાર અકસ્માત કરનાર કાર પંકચર થતા કાર ચાલકે સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો.
