- ગરમીના કારણે ઠંડા પીણાનો ઉપયોગ વધ્યો
- બપોરના સમયે પંખા અને એસીનો ઉપયોગ ફરજીયાત કરવો પડે તેવી સ્થિતિ
ઉનાળાની ધીમે પગલે શરૂઆત થઇ ગઈ છે. તાપમાનનો પારો ધીમે ધીમે ઊંચો ચઢી રહ્યો છે. થોડા દિવસ અગાઉ વડોદરામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીએ પહોંચ્યું હતું. જે હવે વધીને 3 ડિગ્રીએ પહોંચ્યું છે. બપોરના સમયે ફરજીયાત પંખા અને એસીનો ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગરમીના કારણે ઠંડા પીણાનો ઉપયોગ પણ હવે વધ્યો છે.
હોળી નજીક આવતાની સાથે જ ઉનાળાની ધીમે પગલે શરૂઆત થઇ ગઈ છે. હોળી, ધુળેટી બાદ ઉનાળો આકરો બનવા માંડશે. જો કે હાલમાં પણ બપોરના સમયે સૂર્યદેવ આકરા લાગી રહ્યા છે. શહેરના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. તો ન્યુનતમ તાપમાન 22 ડિગ્રી જોવા મળ્યું હતું. તાપમાનમાં વધારો અને ઘટાડો બીમારીનું કારણ બની રહ્યો છે. રાત્રીના સમયે હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળે છે. અને બપોરના સામે આકરો તાપ. જેના કારણે સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવી બોમારીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ગરમીના કારણે ઠંડા પીણાનો સહારો લેવા લોકો મજબુર બન્યા છે. અને તેનું ચલણ વધ્યું છે. સાંજના સમયે પણ શહેરના વિવિધ ઠંડા પીણાંની દુકાનો તેમજ આઈસ્ક્રીમની દુકાનો ઉપર ભીડ જોવા મળી રહી છે.