વડોદરા: રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા પણ તપાસ કરી કડક પગલા લેવા આદેશ કરવામાં આવ્યા છે.ત્યારે વડોદરા ફાયર વિભાગ દ્વારા સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો માં ફાયર વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં સરકારી હોસ્પિટલો ફેલ અને ખાનગી પાસ થઈ હતી
વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી હતી. અહીંથી ચોંકવનારી હકીકત સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે વડોદરા મધ્ય ગુજરાત ની સહુથી મોટી સરકારી હોસ્પિટલ પાસે ફાયર NOC નથી. ફાયર વિભાગ દ્વારા ત્રણ નોટિસ આપ્યા છતાં સત્તાધીશો ફાયર NOC લઈ રહ્યા નથી. મળતી જાણકારી પ્રમાણે સયાજી હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને ચેકિંગ કરવામાં આવ્યું હતું.સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈઈનાની પ્રસુતિ ગૃહમાં ફાયર સેફટીના સાધનો એક્સપાઇયરી ડેટના મળી આવ્યાં છે.
વડોદરાના અલગ અલગ વિસ્તાર માં આવેલ પ્રાઇવેટ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલોમાં પણ ફાયર વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું . વડોદરાની લગભગ ૧૭ મોટી હોસ્પિટલોમાં પાલિકા અને ફાયર સેફ્ટી વિભાગે તપાસ શરૂ કરી હતી. જ્યાં તમામ ૧૭ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈ ખામી મળી ના હતી. પરંતુ સરકારી હોસ્પિટલમાંજ ખામી મળી હતી.
વડોદરામાં ખાનગી હોસ્પિટલો ફાયર સેફ્ટીમાં પાસ, સરકારી પ્રસૂતિ ગૃહમાં સાધનો એક્સપાયરીવાળા મળ્યા
By
Posted on