Vadodara

વડોદરામાં કોર્પોરેશન અને પોલીસ દ્વારા ફતેપુરા યાકુતપુરા દબાણ હટાવવામાં આવ્યા



ભાજપના પૂર્વ કોર્પોરેટર ના પુત્ર તપન પરમારની હત્યા બાદ કોર્પોરેશન અને પોલીસનું તંત્ર દ્વારા એક્શનમાં આવી જઈ સતત લઘુમતી વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો અને બાંધકામો હટાવવાની કામગીરી ચાલુ કરાઈ હતી . મંગળવારે ફતેપુરા તેમજ યાકુતપુરાની આસપાસના ગેરકાયદે દબાણો હટાવી ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો હતો.
વિસ્તારમાં થોડા દિવસ આગાઉ પણ પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારે દબાણ શાખા ની ટીમ સાથે સ્થાનિક લોકો નું ઘર્ષણ પણ થયું હતું ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો.
આજ રોજ દબાણ શાખા દ્વારા શહેરના સંવેદનશીલ ગણાતા યકુતપુરા , ફતેપુરા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં ક્યાંય ઘર્ષણના દ્રશ્યો ન સર્જાય તે હેતુ થી વડોદરા સિટી પોલીસ , ટ્રાફિક પોલસ ની ટીમ દબાણ શાખા ની ટીમ સાથે રાખી રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે વડોદરાના ફતેપુરા, યાકુતપુરા સિટી પોલીસ મથક સુધીના માર્ગો ઉપર આડેધડ લારી-ગલ્લા સહિતના વધી ગયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા સવારથી સિટી પોલીસ મથકના બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરતા લારી-ગલ્લાવાળામાં નાસભાગના દ્ર્શ્યો જોવા મળ્યા હતા. અને દબાણ શાખાને લારીઓ ન લઇ જવા માટે આજીજી કરતા હતા.
સિટી પોલીસ ના પીઆઇ એ જણાવ્યું હતું ટ્રાફિકની સમસ્યાને લઈને દબાણ શાખાની ટીમ સાથે કામગીરી કરી હતી. શહેરના યાકુતપુરા તથા ફતેપુરાના મુખ્ય માર્ગ ઉપર ગેરકાયદેસર દબાણ કરી કેટલાક લોકો પોતાનો ધંધો કરતા હતા, જેને લઈને અનેક ફરિયાદો વડોદરા મહાનગરપાલિકામાં તથા સીટી પોલીસ સ્ટેશનમાં આવી હતી .જેના ભાગરૂપે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને ટ્રાફિકની સમસ્યાથી હેરાન ના થવું પડે એના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે સીટી પોલીસ અને ટ્રાફિક પોલીસ આ ડ્રાઈવમાં જોડાઈ હતી.

Most Popular

To Top