Vadodara

વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે 50 લાખના ખર્ચે ખરીદેલા રોબોટ ગાયબ થઈ ગયા


સયાજીમાં ત્રણ અને ગોત્રી હોસ્પિટલમાં ચાર મળી કુલ સાત રોબોટ મૂકવામાં આવ્યા હતા


કોરોના મહામારીની શરૂઆત બાદ વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે રૂ. 50 લાખના ખર્ચે રોબોટ ખરીદવામાં આવ્યા હતા. જે છેલ્લા કેટલાક વખતથી ગાયબ થઇ ગયા છે. 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ આ રોબોટનો ઉપયોગ થતો દેખાયો તો નથી પણ ક્યાંય ઉલ્લેખ સુદ્ધા નથી. 50 લાખ ગાયબ કે પછી રોબોટ ગાયબ એવી ચર્ચા એ વેગ પકડ્યો છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ત્રણ અને ગોત્રી હોસ્પિટલમાં ચાર મળી આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલાં કોરોનાના દર્દીઓની સારસંભાળ રાખવા સાત રોબોટ લાવવામાં આવ્યાં હતા. આ રોબોટ સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડમાં દર્દીઓ માટે દવા લઇ જવાનું કામ કરતા હતા.
ખાનગી કંપની દ્વારા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સી.એસ.આર. ફંડ હેઠળ આ સાત રોબોટ આપવામાં આવ્યાં હતા. કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને દવા આપવી તેમજ જમવાનું આપવા સહિતના અનેક કામો કરતા આ સાત રોબોટ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાનાં દર્દીઓ તેમજ તેમની સાથે આવતા પરિવારજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. આવનારા દિવસોમાં વધુ રોબોટ મૂકવામાં આવશે તેવી જાહેરાત પણ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી હતી.

જો આજની વાત કરીએ તો સયાજી હોસ્પિટલ કે પછી ગોત્રી હોસ્પિટલમાં ક્યાંય રોબોટ કામ કરી રહ્યા હોય એમ જણાતું નથી. શું દર્દીઓ ની મદદ કે સારવાર માટે 50 લાખના ખર્ચે વસાવેલા રોબોટ નિષ્ક્રિય છે કે પછી નિવૃત્તિ થઈ ગઈ છે એવા સવાલો ઊભા થયા છે. રોબોટ ભાગી ગયા કે ગાયબ થઈ ગયા? આ સવાલ એટલે ઉભા થયા કારણ કે કોરોનાને ચાર વર્ષ થયાં અને હાલ ચીનમાં થી નવો HMPV વાયરસ જે ખૂબ ઘાતક છે, ત્યારે આ વાયરસને લઈને સંક્રમણ ન વધે તે હેતુ તે હેતુથી ફરી એકવાર આઈસોલેશન વિભાગ ઉભા કરવા માટે ની તૈયારીઓ કરવામાં આવશે. ત્યારે જલ્દી થી એક વોર્ડ માંથી બીજા વોર્ડ માં મદદ અને સારવાર માં મદદ થઈ શકે ત્યારે લાખોના ખર્ચે વસાવેલા રોબોટ ક્યાં જોવા મળતા નથી . જો સમય સમય પર મેન્ટેન કરી કાર્યરત રોબોટ હોત તો આજે એ ખરેખર મદદરૂપ થાય શકે, પરંતુ સાત રોબોટ ગાયબ થઈ જવાથી અનેક સવાલો હોસ્પિટલના અધિકારીઓ ડોકટરો સાથે વહીવટકર્તા ઉપર અનેક સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top