ભુવા ફરતે બેરીકેડ લગાવી, ડાયવર્ઝન આપી તંત્રે સંતોષ માન્યો
વડોદરામાં વિવિધ ઠેકાણે ભુવા પડવાનું ચાલુ જ છે. આજે સવારે કારેલીબાગ વિસ્તારમાં સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ ચાર રસ્તાના મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો હતો. ટ્રાફિકથી વ્યસ્ત રોડ પર બપોર સુધી આ ભુવો રિપેર કરવા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. આ ભૂવો છેલ્લા બે દિવસથી પડિયો છે પણ તંત્ર માત્ર બેરીકેટ મૂકીને સંતોષ માણી રહી છે. એક સ્થાનિકે આ ભુવાની આસપાસ પોલીસ ચેકીંગ વખતે વાપરતા બેરિકેટનો ઉપીયોગ કરી આડ કરી દીધી હતી, જેનાથી કોઈ ટુ વ્હીલર કે બીજા કોઈ વાહનને આ ભુવાના કારણે અકસ્માત ના થાય . કોર્પોરેશન શહેરીજનોને મોટી મોટી વાતો કરી ઉલટા ચશ્મા પહેરાવે છે તેવી સ્થાનિકોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.



હજુ બે ત્રણ દિવસ અગઉ જ શહેરના ગાય સર્કલને અડીને મસ મોટો ભૂવો પડ્યો હતો અને વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાલ સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ તરફ જવાના રસ્તે પણ ભૂવા પડવાથી ટ્રાફિક સર્જાયો હતો, અવર જવર કરનારા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રોજે રોજ ભૂવા પડવાથી કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. જોકે કોર્પોરેશનનું તંત્ર આ ભુવો પડ્યા બાદ પણ ઊંઘ ઉડાડતા નથી..
બેરીકેડ રોડ પર વાહન ચાલકોને નડતરરૂપ બની રહ્યું છે .ભુવા ફરતે બેરીકેડ ઊભું કરી દીધું છે અને હજી રિપેર નહીં કરતા ભુવો વધુ મોટો થાય તેવી સંભાવના છે. પાણી અને ગટરની લાઈનના રીપેરીંગ માટે ખોદકામ બાદ કામગીરી બરાબર નહીં કરવામાં આવતા ચોમાસાની સિઝનમાં ભુવા પડી રહ્યા છે. અવાર નવાર શહેરમાં ભૂવા પડતા હોય તો પણ પાલિકાના અધિકારીઓ શીખ ના લેતા ક્યાંક કોઈ દિવસ મોટો અને ગંભીર અકસ્માત થાય એવો ડર પ્રજામાં ફેલાયો છે.