રાજસ્તંભ સોસાયટી સહિતના વિસ્તારોમાં લોકો હેરાન-પરેશાન

વડોદરા શહેરમાં દિવસથી ભારે કમોસમી વરસાદ અને ગાજવીજ સાથેની વાવાઝોડાથી લોકોના જીવનમાં મોટો ઉથલપાથલ આવ્યો છે. રાજસ્તંભ સોસાયટી, બગીખાના અને આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયું છે, જેના કારણે નાગરિકો હેરાન અને પરેશાન થઈ ગયા છે.

આ વચ્ચે, બુધવારે સવાર થીજ કમોસમી વરસાદ પડતાં લોકોના ઘરોમાં પાણી ભરાતાં તેઓ મદદ માટે સતત સત્તાવાળાઓની મદદ માંગી રહ્યા છે. પાલિકા તંત્ર અને વહીવટી તંત્રની પોલ ઉજાગર થતા, નાગરિકો વધુ હેરાન થયા છે.


વડોદરામાં કમોસમી વરસાદે લોકોના જીવનમાં મોટી અસર કરી છે અને સત્તાવાળાઓએ રાહત અને સમસ્યાનો ઝડપથી ઉકેલ કરવા પ્રત્યે લોકો માંગ કરી રહ્યા છે.
કામોસમી વરસાદના કારણે ઠેર ઠેર જલભરાવ થયો સાથે સાથે જન જીવન જાણે ઠપ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે આસપાસના ગામોમાં ખેડૂતોનો ઉભો ભાગ કમોસમી વરસાદના કારણે નષ્ટ થયો છે અને ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાય છે