વડોદરા: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરામાં શુક્રવારે અચાનક વરસાદ વરસ્યો હતો. શહેરના ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, ન્યાયમંદિર, રાવપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.
વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થયા હતા. ચૈત્ર નવરાત્રીની તૈયારીઓ વચ્ચે પડેલા વરસાદથી ધંધાદારી ગરબા આયોજકો તથા ગરબા પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. આવનારા દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદ બાદ શહેરમાં ઠંડક પ્રસરી હતી.
આ વરસાદથી ધંધાદારી ગરબા આયોજકો ચિંતામા મુકાયા છે. કેમકે વરસાદના પાણી ગરબાના મેદાનમાં ભરાવાના શરૂ થયા છે. ગયા વર્ષે પણ મોટા ધંધાદારી ગરબા આયોજકોના પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોવાના દાવાની પોલ વરસાદે ખોલી નાખી હતી.