દારૂનો જથ્થો, 14 મોબાઇલ, રોકડ રકમ અને 22 વાહનો મળી રૂ.5.17 લાખનો મુદ્દામાલ કબજે..
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સમા વિસ્તારની નવી નગરીમાં રેડ કરીને વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર અને દારૂ પીવા માટે આવેલા ગ્રાહકો મળી 10 લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂના સપ્યારને વોન્ટેડ જાહેર કર્યો હતો. એસએમસીની ટીમે વિદેશ દારૂ, 14 મોબાઇલ, રોકડા 1.29 લાખ અને 22 વાહનો રૂ. 5.17 લાખનો મુદ્દામાલ કબજે કરી સમા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો હતો.
વડોદરા શહેર જિલ્લાના અવાર નવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સપાટો બોલાવતી રહેતી હોય છે. એસએમસીની ટીમને બાતમી મળી હતી કે સમા વિસ્તારમાં નવી નગરીમાં ખાડામાં બુટલેગર જીતુ મારવાડી ઉર્ફે લાલો મોટાપાયે દારૂનો ધંધો કરે છે. જેના આધારે ટીમે ગુરુવારના રોજ સમા નવીનગરીમાં રેડ કરી હતી. જેના પગલે દારૂનું ધંધો કરતા સહિત પીવા માટે આવેલા દારૂડિયોમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં સ્થળ પરથી બુટલેગર સહિત 10 લોકો ઝડપાઇ ગયા હતા. જ્યારે દારુના સપ્લાયર વિકાસ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે.એસએમસીએ વિદેશીદારૂનો જથ્થો રૂ. 36 હજાર, રોકડ રકમ રૂ.1.29 લાખ, 14 મોબાઇલ 61 હજાર અને 22 વાહનો રૂ. 2.90 લાખ મળી રૂ.5.17 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે સમા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો હતો.
– પકડાયેલા આરોપીના નામ
મારવાડી જીતુ રાજુ ઉર્ફે લાલુ – બુટલેગર
ભુરિયા રાહુલ માહુ – ગ્રાહક
સોલંકી મહેન્દ્ર દુલા – ગ્રાહક
જીતેન્દ્ર દત્તાત્રેય કદમ – ગ્રાહક
જબરમલ લુણારામ કુમાવાદી – ગ્રાહક
રોહિત રાઘુ વાઘેલા – ગ્રાહક
મીના દિનેશ જિવરામ – ગ્રાહક
સાહ મંદિપ કિરિટ- ગ્રાહક
પઢિયાર અમરસિંહ ભાઇલાલ – ગ્રાહક
રાણા માનવ રાજુ – ગ્રાહક