પીએસઆઇની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓ માટે રેલવે/બસ સ્ટેશન બહાર 50 રીક્ષા સ્ટેન્ડ બાય રખાઈ
વડોદરા તારીખ 12
ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઇ ની ભરતી પરીક્ષા યોજાઈ છે. ત્યારે વડોદરામાં 70 કેન્દ્ર પર 21 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. શહેર બહારથી આવતા પરીક્ષાર્થીઓ રેલવે સ્ટેશન અને બસ ડેપો પર ઉતર્યા બાદ પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકે એના માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા યુનિયન સાથે સંકલન કરીને 50 જેટલા રીક્ષા ચાલકોને બંને સ્ટેશન બહાર સ્ટેન્ડ બાય રાખવા માટેનું આયોજન કરાયું
રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષાનું 13 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પીએસઆઇની ભરતી પરીક્ષા માટેના કેન્દ્રો વડોદરા શહેરમાં પણ ઊભા કરાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 70 જેટલા પરીક્ષા કેન્દ્રો પર 21 હજાર ઉપરાંતના પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે આવવાના છે. શહેર બહારથી પરીક્ષા આપવા માટે આવતા આ પરીક્ષાર્થીઓ વડોદરા રેલવે અને બસ ડેપો પર ઉતરશે ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર સુધી જવાના છે. જો કોઈ રેલવે અને બસ ડેપો પર ઉતર્યા બાદ પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્ર સુધી પહોંચી શકે તેના માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ડેપો અને રેલવે સ્ટેશન બહાર ઉભા રહેતા રિક્ષા યુનિયન ના આગેવાનો સાથે સંકલન કરીને 50 જેટલી ઓટો રીક્ષા બંને ડેપો બહાર સ્ટેન્ડ બાય રાખવામાં આવી, જો કોઈ પરીક્ષાથી ને મોડું થઈ જાય તો પણ આ રીક્ષા ચાલક તેમને કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. ટ્રાફિક પશ્ચિમ ઝોન એસીપી ડી એમ વ્યાસે જણાવ્યું છે કે વડોદરા શહેરમાં 70 કેન્દ્ર પર 21 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે આવવાના છે માટે શહેર બહારથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં માટે રીક્ષા યુનિયનના આગેવાનો સાથે બેઠક કરી 50 રીક્ષા સ્ટેન્ડ બાય રાખવાનું આયોજન કરાયું .
